
આ તેલ ડ્રાય ત્વચા માટે બેસ્ટ છે: એક આયુર્વેદિક ડૉક્ટર સૂચવે છે કે જો તમારી ત્વચા શુષ્ક અથવા ફ્લેકી હોય તો તલનું તેલ તમારા માટે શ્રેષ્ઠ છે. તલના તેલમાં રહેલા ફેટી એસિડ અને મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો ત્વચાને ઊંડે સુધી ભેજયુક્ત બનાવે છે, તેને નરમ અને કોમળ બનાવે છે.

લાલાશ વાળી ત્વચા: જો તમને શિયાળા દરમિયાન તમારી ત્વચા પર લાલાશ, બળતરા અથવા સોજો આવે છે તો બદામ અથવા નાળિયેર તેલનો ઉપયોગ કરવાનું વિચારો. બંને તેલમાં મોઇશ્ચરાઇઝિંગ, બળતરા વિરોધી અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મો હોય છે. જે બળતરા અને લાલાશ ઘટાડવામાં મદદ કરે છે. બદામના તેલમાં વિટામિન E પણ હોય છે, જે ત્વચાના કોમળ બનાવે છે.

આ લોકોએ સરસવના તેલનો ઉપયોગ કરવો જોઈએ: એક આયુર્વેદિક ડૉક્ટર સૂચવે છે કે જેમની ત્વચા વધુ પડતી ડ્રાય નથી અને તેમને નરમ રાખવાની જરૂર છે તેમના માટે સરસવનું તેલ એક સારો વિકલ્પ છે. જો કે તેનો ઉપયોગ ઓછો કરો. કારણ કે તે ચીકણું લાગી શકે છે.