
તુવેર દાળમાં એન્ટીઑકિસડન્ટ અને ફોલેટ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે. મગની દાળ હલકી અને પચવામાં સરળ છે પરંતુ તેની પ્રકૃતિ શરીરને ગરમી પણ આપે છે. આ કઠોળને ઘી સાથે ખાઈ શકાય છે, જેનાથી શરીરને વધુ ફાયદો થશે.

સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક : શિયાળામાં આ કઠોળનું સેવન કરવાથી ન માત્ર શરીરનું તાપમાન સંતુલિત રહે છે પરંતુ તે પાચનતંત્રને પણ સક્રિય રાખે છે. ઠંડા વાતાવરણમાં પાચનશક્તિ નબળી પડી શકે છે. પરંતુ ગરમ કઠોળમાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે જે પાચનમાં મદદ કરે છે. આમાં રહેલા પોષક તત્વો શરીરને અંદરથી શક્તિ આપે છે અને શરદી, ઉધરસ અને ફ્લૂ જેવા હવામાન સંબંધિત રોગો સામે રક્ષણ આપે છે.

અડદની દાળ અને મસૂર દાળ ખાસ કરીને શિયાળામાં વધુ ફાયદાકારક માનવામાં આવે છે. મેટાબોલિઝમ વધારવાની સાથે તે લાંબા સમય સુધી શરીરને હૂંફ પણ આપે છે. આ કઠોળને હળદર, કાળા મરી અને હિંગ સાથે રાંધવાથી સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે.