Health Tips : શિયાળાની ઋતુમાં દરરોજ 2 અંજીર ખાવાના છે આ 8 ફાયદા, જાણીને તમે પણ દંગ રહી જશો!

શિયાળાની ઋતુમાં રોગપ્રતિકારક શક્તિ નબળી પડતી હોય છે, ત્યારે પ્રકૃતિએ આપણને 'અંજીર' તરીકે એક અદભૂત સુપરફૂડ આપ્યું છે. તાજેતરના સ્વાસ્થ્ય રિસર્ચમાં બહાર પ્રકાશિત થયું છે કે જો શિયાળામાં દરરોજ માત્ર બે અંજીર ખાવામાં આવે, તો તે શરીરને અંદરથી ગરમાવો આપવાની સાથે અનેક ગંભીર બીમારીઓથી દૂર રાખે છે. ડાયાબિટીસથી લઈને હાડકાની મજબૂતી સુધી, અંજીરના આ 8 ફાયદા જાણીને તમે પણ આજથી જ તેને ડાયટમાં સામેલ કરી દેશો.

| Updated on: Dec 20, 2025 | 2:40 PM
4 / 9
રિસર્ચ દર્શાવે છે કે અંજીર શરીરમાં રહેલા ટ્રાઈગ્લિસરાઈડ્સ (લોહીમાં રહેલી ચરબી) ના સ્તરને ઘટાડે છે. તેમાં રહેલું પોટેશિયમ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે, જેથી હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.

5 / 9
જોકે અંજીર ગળ્યા હોય છે, પરંતુ તેમાં રહેલું પોટેશિયમ અને ક્લોરોજેનિક એસિડ શરીરમાં ઈન્સ્યુલિનના સ્તરને સુધારવામાં મદદ કરે છે.

6 / 9
અંજીરમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે. જો તમને જલ્દી થાક લાગતો હોય અથવા શરીરમાં લોહી ઓછું હોય, તો અંજીર ખાવાથી હિમોગ્લોબિનનું સ્તર ઝડપથી વધે છે.

7 / 9
શિયાળામાં શરદી, ઉધરસ અને વાયરલ ઇન્ફેક્શન સામાન્ય છે. અંજીરમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ શરીરની ઈમ્યુનિટી વધારે છે. અંજીરમાં વિટામિન C અને E હોય છે, જે શિયાળાની સૂકી ત્વચાને અંદરથી પોષણ આપે છે. તે વાળ ખરવાની સમસ્યા ઘટાડે છે અને ચહેરા પર કુદરતી ચમક લાવે છે.

8 / 9
અંજીર ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. જે લોકો શિયાળામાં વજન ઉતારવા માંગે છે, તેઓ નાસ્તા તરીકે અંજીર ખાઈ શકે છે. તે મેટાબોલિઝમને તેજ કરે છે.

9 / 9
નિષ્ણાતોના મતે, અંજીરને રાત્રે અડધા કપ પાણીમાં પલાળી દેવા જોઈએ અને સવારે ખાલી પેટે તે પાણી અને અંજીર બંનેનું સેવન કરવું જોઈએ. આ રીતે ખાવાથી અંજીરમાં રહેલા પોષક તત્વો શરીર વધુ સારી રીતે શોષી શકે છે.