Wind Turbine : 1 ટનનું AC ચલાવવા કેટલું મોટું ટર્બાઇન જરૂરી? રોકાણ કરતાં પહેલાં જાણો વાસ્તવિક ગણતરી

ગરમીમાં AC ના કારણે વીજળી બિલ ખૂબ વધી જાય છે. સોશિયલ મીડિયા પર રૂફટોપ વિન્ડ ટર્બાઇનના વીડિયો જોઈને લોકો આકર્ષાઈ રહ્યા છે, પરંતુ 1 ટનનું AC ચલાવવા કેટલા કિલોવોટના ટર્બાઇનની જરૂર પડે અને કેટલો ખર્ચ થાય તે વિગતવાર સમજો.

| Updated on: Oct 28, 2026 | 5:25 PM
1 / 8
ઉનાળાની ઋતુમાં ઘરનું વીજળી બિલ જોઈને સામાન્ય રીતે પરસેવો વળી જતો હોય છે અને તેમાં સૌથી મોટો હિસ્સો AC નો હોય છે. આ જ કારણ છે કે વીજળીના તોતિંગ ખર્ચથી બચવા માટે લોકો સોલર પેનલ તરફ ઝડપથી વળી રહ્યા છે. પરંતુ શું તમે ક્યારેય ઘરના ધાબા પર નાનું વિન્ડ ટર્બાઇન એટલે કે પવનચક્કી લગાવવા વિશે વિચાર્યું છે? સોશિયલ મીડિયા પર પણ આજકાલ ઘરેલું વિન્ડ ટર્બાઇનના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

2 / 8
આવા વીડિયો જોઈને ઘણા લોકો તેને ખરીદવાનું મન બનાવી લે છે. પરંતુ પવનમાંથી વીજળી બનાવીને શું AC જેવા ભારે ઉપકરણો ચલાવી શકાય ખરા? આ બાબત જોવામાં જેટલી સરળ લાગે છે, વાસ્તવમાં એટલી સરળ હોતી નથી. જો તમે પણ તમારા 1 ટનના AC ને વિન્ડ ટર્બાઇનથી ચલાવવાનું આયોજન કરી રહ્યા હોવ, તો પૈસા ખર્ચતાં પહેલાં તેના કદ, વીજ વપરાશ અને કુલ ખર્ચનું સમગ્ર ગણિત જરૂર સમજી લો.

3 / 8
1 ટનના AC માટે ટર્બાઇનની ક્ષમતા કેટલી જોઈએ? સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે 1 ટનનું AC ખરેખર કેટલી વીજળી વાપરે છે. હાલ બજારમાં ઉપલબ્ધ 1 ટનનું 5-સ્ટાર ઇન્વર્ટર AC આશરે 900 થી 1100 વોટ એટલે કે લગભગ 1 કિલોવોટ વીજળી વાપરે છે. જો તમારું AC જૂનું કે નોન-ઇન્વર્ટર મોડેલ હોય, તો આ વપરાશ વધીને 1200 થી 1400 વોટ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત, જ્યારે AC નું કોમ્પ્રેસર શરૂ થાય છે ત્યારે તેને થોડીક સેકન્ડો માટે તેની સામાન્ય ક્ષમતા કરતાં બમણી તાકાત એટલે કે સર્જ પાવર (Surge Power) ની જરૂર પડે છે.

4 / 8
આવી સ્થિતિમાં જો તમે માત્ર 1 કિલોવોટનું નાનું વિન્ડ ટર્બાઇન લગાવશો તો તે AC નો લોડ જરાય ઉપાડી શકશે નહીં. પોતાના 1 ટનના AC ને દિવસમાં 8 થી 10 કલાક સરળતાથી ચલાવવા માટે તમારે ઓછામાં ઓછી 2 થી 3 કિલોવોટ ક્ષમતા ધરાવતા ઘરેલું વિન્ડ ટર્બાઇનની જરૂર પડશે. આ સાથે જ હેવી-ડ્યુટી ઇન્વર્ટર અને ઓછામાં ઓછું 4 થી 5 કિલોવોટનું બેટરી બેંક સેટઅપ પણ લગાવવું પડશે, જેથી પવન ધીમો પડે ત્યારે પણ AC અટક્યા વગર ચાલતું રહે.

5 / 8
ધાબા પર કેટલી જગ્યા રોકે છે આ સિસ્ટમ? જ્યારે 2 થી 3 કિલોવોટના વિન્ડ ટર્બાઇનની વાત આવે છે, ત્યારે તે કોઈ ટેબલ ફેન જેવું નાનું સાધન નથી હોતું. આ ક્ષમતાના ટર્બાઇનના પાંખિયાં (બ્લેડ્સ) નો ઘેરાવો આશરે 10 થી 12 ફૂટ પહોળો હોય છે. તેને ધાબા પર મજબૂત લોખંડના પોલ પર જમીન કે છતથી ઓછામાં ઓછી 20 થી 30 ફૂટની ઊંચાઈ પર બેસાડવું પડે છે, જેથી તેને કોઈપણ અવરોધ વિના સીધો તેજ પવન મળી રહે.

6 / 8
વિન્ડ ટર્બાઇનમાંથી વીજળી પેદા કરવા માટે સતત 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનની જરૂર પડે છે. જો તમે ગીચ વસ્તી ધરાવતી સોસાયટી કે ઊંચી ઇમારતો વચ્ચે રહેતા હોવ તો ત્યાં પવનની ગતિ ઘટી જાય છે અને ટર્બાઇન પોતાની પૂરી ક્ષમતાથી વીજળી બનાવી શકતું નથી. આ ઉપરાંત, આટલો મોટો પંખો જ્યારે ધાબા પર તેજ ગતિથી ફરે છે ત્યારે હળવું વાઇબ્રેશન અને અવાજ પેદા થાય છે, જેના માટે ધાબાની મજબૂતીની ચકાસણી કરવી ખૂબ જરૂરી છે.

7 / 8
સમગ્ર સેટઅપ પાછળ કેટલો ખર્ચ થશે? આ સમગ્ર સિસ્ટમ પાછળ થતા ખર્ચની વાત કરીએ તો ભારતમાં 2 થી 3 કિલોવોટનું સારી ગુણવત્તાવાળું ઘરેલું વિન્ડ ટર્બાઇન, બેટરી બેંક, હાઇબ્રિડ ઇન્વર્ટર અને ઇન્સ્ટોલેશન મળીને આશરે 1.80 લાખથી 2.50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. ખુલ્લા વિસ્તારો, દરિયાકાંઠાના સ્થળો અથવા પહાડી પ્રદેશોમાં રહેતા લોકો માટે આ સેટઅપ અત્યંત ફાયદાકારક સાબિત થાય છે, કારણ કે ત્યાં દિવસ-રાત સારો પવન ફૂંકાતો રહે છે.

8 / 8
પરંતુ મેદાની પ્રદેશોના શહેરોમાં માત્ર વિન્ડ ટર્બાઇનના ભરોસે AC ચલાવવું થોડું જોખમી સાબિત થઈ શકે છે. આથી નિષ્ણાતો માને છે કે માત્ર વિન્ડ ટર્બાઇન લગાવવાને બદલે વિન્ડ અને સોલરનું હાઇબ્રિડ મોડેલ લગાવવું વધુ નફાકારક સોદો બની શકે છે. આમાં તમે 2 કિલોવોટની સોલર પેનલ સાથે 1 કિલોવોટનું નાનું વિન્ડ ટર્બાઇન જોડીને બેવડો ફાયદો મેળવી શકો છો.

Follow Us
Loading...
Unable to load recommendations.