રોકાણકારો તૈયાર રહેજો… ચાંદીના ભાવમાં ભારે ઘટાડા બાદ હવે આવશે ‘મોટો ઉછાળો’, એક્સપર્ટ્સે આપ્યો ‘મોટો ટાર્ગેટ’

જો તમે પણ ચાંદીમાં રોકાણ કરો છો અથવા ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો આ વર્ષ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. વર્ષ 2026ની શરૂઆતથી જ ચાંદીના ભાવમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. એવામાં એક્સપર્ટ્સે ચાંદીને લઈને પોતાના મંતવ્યો રજૂ કર્યા છે.

| Updated on: Jun 13, 2026 | 8:38 PM
1 / 5
સોના અને ચાંદી માટે વર્ષ 2026 ઘણું ઉતાર-ચઢાવવાળું રહી શકે છે. વર્ષની શરૂઆતમાં ચાંદીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આનાથી કિંમતો રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચી ગઈ હતી. જો કે, ત્યારબાદ મોટો ઘટાડો જોવા મળ્યો. જાન્યુઆરીના અંતમાં ચાંદી 121.64 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી. ત્યારથી અત્યાર સુધીમાં તેનો ભાવ 43 ટકા ક્રેશ થઈ ગયો છે. એવામાં સવાલ એ છે કે, આગળ ચાંદી વધશે કે ઘટશે?

2 / 5
12 જૂને એટલે કે શુક્રવારે દેશ અને વિદેશ બંનેમાં ચાંદીમાં તેજી જોવા મળી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ 0.63 ટકા વધીને 67 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો. ભારતમાં કોમોડિટી એક્સચેન્જ MCX પર સિલ્વર ફ્યુચર્સ 2.9 ટકા વધીને 2,46,604 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો. તેજી છતાં આ સતત પાંચમું અઠવાડિયું છે, જ્યારે સિલ્વરમાં ઘટાડો જોવા મળ્યો છે.

3 / 5
એક્સપર્ટ્સનું કહેવું છે કે, આગળ જતાં સિલ્વરની કિંમતોમાં તેજી જોવા મળી શકે છે. રોયટર્સના પોલમાં એનાલિટ્સે સિલ્વર માટે 79.50 ડૉલર પ્રતિ ઔંસનો એવરેજ ટાર્ગેટ આપ્યો છે. કોમર્ઝબેંકે તો ચાંદી 90 ડૉલર પ્રતિ ઔંસ સુધી પહોંચી જવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. જેપી મોર્ગનનું કહેવું છે કે, આ વર્ષના અંત સુધીમાં ચાંદી 85 ડૉલર પ્રતિ બેરલ સુધી જઈ શકે છે. બેંક ઓફ અમેરિકાએ અંદાજે 86 ડૉલરનો ટાર્ગેટ આપ્યો છે.

4 / 5
એક્સપર્ટ્સનું કહેવું છે કે, સોના અને ચાંદીને જે એક બાબત અલગ પાડે છે, તે સિલ્વરનો ઇન્ડસ્ટ્રિયલ (ઔદ્યોગિક) વપરાશ છે. બીજું કે, જ્યાં સોનાની ડિમાન્ડ માત્ર સુરક્ષિત રોકાણને કારણે છે, ત્યાં ચાંદીની ડિમાન્ડમાં ઇન્વેસ્ટમેન્ટની સાથે તેના ઇન્ડસ્ટ્રિયલ વપરાશનો મોટો હાથ છે. વિશ્વભરમાં તેનો વપરાશ વિતેલા કેટલાક વર્ષોમાં ઝડપથી વધ્યો છે. ડિમાન્ડની સરખામણીએ તેનો સપ્લાય ઓછો વધ્યો છે. આ કારણે તેની કિંમતોમાં અણધાર્યો ઉછાળો જોવા મળ્યો છે.

5 / 5
વિશ્વભરમાં ઇલેક્ટ્રોનિક્સ, સોલર પેનલ્સ અને મેડિકલ ઇક્વિપમેન્ટમાં સિલ્વરનો વપરાશ થઈ રહ્યો છે. એક અંદાજ મુજબ, વર્ષ 2026માં ચાંદીનો સપ્લાય ડિમાન્ડની સરખામણીએ અંદાજે 6.7 કરોડ ઔંસ ઓછો રહી શકે છે. આ સતત છઠ્ઠું વર્ષ હશે, જ્યારે ચાંદીનો સપ્લાય તેની ડિમાન્ડ કરતાં ઓછો રહેશે. જો કે, સિલ્વરની કિંમતોમાં સોના કરતાં વધુ ઉતાર-ચઢાવ જોવા મળે છે. એવામાં એક્સપર્ટ્સનું કહેવું છે કે, તેની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડ તેની કિંમતોને ઘટતી અટકાવે છે.

Follow Us
Loading...
Unable to load recommendations.