Gujarati News Photo gallery Share bazar Will Nifty fall further Find out here if the price will increase or decrease in the stock market
શું હજુ પણ Niftyમાં નોંધાશે ઘટાડો ? શેરબજારમાં ભાવ વધશે કે ઘટશે, જાણો અહીં
પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 1,264 પોઈન્ટ અથવા 1.5% ઘટીને 83,002 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી પણ 344 પોઈન્ટ અથવા 1.33% ઘટીને 25,452 પોઈન્ટ પર આવી ગયો હતો. બપોરે નિફ્ટી 528.45 પોઈન્ટ્સ અથવા 2.05% ઘટીને 25,268.45 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
1 / 5
સ્થાનિક શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે વધતા તણાવને કારણે વિશ્વભરના બજારોમાં ઘટાડો જોવા મળ્યો છે અને તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે. BSE સેન્સેક્સ 1,800 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો જ્યારે નિફ્ટી પણ 550 પોઈન્ટના ઘટાડા સાથે ખુલ્યો હતો. તમામ ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આના કારણે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 9.92 લાખ કરોડ ઘટીને રૂ. 464.95 લાખ કરોડ થયું છે. સેન્સેક્સના 30માંથી 28 શેરો ઘટાડા સાથે ખુલ્યા હતા. ત્યારે નિફ્ટીમાં પણ તે ઘટાડો જોવા મળ્યો છે ત્યારે શું હજુ પણ નિફ્ટી ડાઉન જશે? જાણો અહીં
2 / 5
2 ઓક્ટોબરે ગાંધી જયંતિના કારણે સ્થાનિક શેરબજાર બંધ રહ્યું હતું પરંતુ વિશ્વભરના મોટાભાગના બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો. દક્ષિણ કોરિયામાં 1.2 ટકા અને જાપાનમાં 2.2 ટકાનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ તાઈવાનમાં 0.75 ટકા અને હોંગકોંગમાં 6.2 ટકાનો વધારો થયો હતો. ચીનના બજારો બંધ રહ્યા હતા. પ્રી-ઓપન સેશનમાં સેન્સેક્સ 1,264 પોઈન્ટ અથવા 1.5% ઘટીને 83,002 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી પણ 344 પોઈન્ટ અથવા 1.33% ઘટીને 25,452 પોઈન્ટ પર આવી ગયો હતો. બપોરે નિફ્ટી 528.45 પોઈન્ટ્સ અથવા 2.05% ઘટીને 25,268.45 પોઈન્ટ પર પહોંચ્યો હતો.
3 / 5
અહીં નિફ્ટીનો ચાર્ટ બતાવી રહ્યો છે કે આજે તે એક્સ્ટ્રીમ બોટમ લાઇન પર પહોંચી ગયો છે, એટલે કે હવે તેનાથી નીચે જવાની શક્યતા નહિવત છે. પરંતુ આગામી ચારથી 8 દિવસ સુધી તે માત્ર એકીકરણ તબક્કા/રેન્જ બાઉન્ડમાં રહીને જ કામ કરશે.
4 / 5
નિફ્ટી 100 DEMA ની નીચે ગયો છે, જ્યાંથી તેને ઉપર આવતા થોડા દિવસો લાગી શકે છે. મતલબ કે આ સમય પ્રવેશ માટે ઉત્તમ તક છે.
5 / 5
તે પછી, લગભગ 7 થી 10-12 દિવસની તીવ્ર તેજી આવશે, જે લગભગ 1200 થી 1500 પોઇન્ટની આસપાસ હશે.
Published On - 3:51 pm, Thu, 3 October 24