
આજના સમયમાં આપણને કોઈ વાત સમજાતી ન હોય અથવા કોઈ માહિતી મેળવવી હોય, તો આપણે તરત જ ગૂગલ પર સર્ચ કરીએ છીએ. પરંતુ એવી ઘણી બાબતો છે, જેનો આપણે રોજ ઉપયોગ કરીએ છીએ, છતાં તેનો સાચો અર્થ જાણતા નથી. (Image Source | AI Generated)

આવી જ એક બાબત છે વિકિપીડિયા, જે ઇન્ટરનેટની દુનિયામાં વિશ્વસનીય નામ તરીકે જાણીતું છે. પરંતુ શું તમે જાણો છો કે વિકિપીડિયાના નામમાં વિકીનો અર્થ શું થાય છે? આ સવાલનો જવાબ કદાચ ઘણા લોકોને ખબર નહીં હોય. (Image Source | AI Generated)

ઇન્ટરનેટ પર કોઈ વિષય વિશે માહિતી મેળવવાની હોય, ત્યારે આપણે ઘણીવાર વિકિપીડિયા જેવા ઓનલાઇન જ્ઞાનકોશ પર ભરોસો રાખીએ છીએ. (Image Source | AI Generated)

વિકિપીડિયા એક મફત ઓનલાઇન જ્ઞાનકોશ છે, જેમાં વિવિધ વિષયો વિશે માહિતી ઉપલબ્ધ છે. જોકે, તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ કરનારા ઘણા લોકોને કદાચ એ વાતની જાણ નહીં હોય કે વિકિપીડિયાના લેખોમાં કોઈપણ વ્યક્તિ ફેરફાર કરી શકે છે. (Image Source | AI Generated)

વિકિપીડિયાના જણાવ્યા અનુસાર, તેના નામની રચના વિકી અને એન્સાઇક્લોપીડિયા એટલે કે જ્ઞાનકોશને જોડીને કરવામાં આવી છે. (Image Source | AI Generated)

અહીં વિકી શબ્દનો અર્થ ઝડપી અથવા ખૂબ જ ઝડપથી થાય છે. હવાઇયન ભાષામાં વિકીનો અર્થ ઝડપી અથવા ઝટપટ એવો થાય છે. (Image Source | AI Generated)

વિકિપીડિયા એવું ઓનલાઇન પ્લેટફોર્મ છે. જ્યાં વિવિધ વિષયો સંબંધિત માહિતી સરળતાથી અને ઝડપથી મેળવી શકાય છે. (Image Source | AI Generated)

વિકિપીડિયા પર અત્યાર સુધીમાં 6.2 કરોડથી વધુ લેખો પ્રકાશિત થયા છે, જે 300થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે. (Image Source | AI Generated)

નોંધ : આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. (Image Source | AI Generated)