ઓફ-સીઝનમાં જ કેમ કરાવવામાં આવે છે AC સર્વિસ, જાણો શું છે મુખ્ય કારણ

હવામાન બદલાતા જ AC સર્વિસ કરાવવાનો યોગ્ય સમય આવી ગયો છે. 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ વચ્ચે સર્વિસ કરાવવી ફાયદાકારક છે. આ સમયગાળામાં મિકેનિક પૂરતો સમય આપે છે, ગેસ લીકેજની તપાસ ચોકસાઈથી થાય છે અને સર્વિસ પણ સસ્તી પડે છે. અત્યારથી જ સર્વિસ કરાવી લેવાથી ઉનાળામાં કોઈપણ અડચણ વગર ઠંડકનો આનંદ માણી શકાય છે.

| Updated on: Feb 16, 2026 | 8:15 PM
1 / 6
શું તમારા ઘરે પણ વિન્ડો કે સ્પ્લિટ AC લાગેલું છે? જો હા, તો ગરમી શરૂ થાય તે પહેલા તેની સર્વિસ કરાવી લેવી એ સમજદારીભર્યો નિર્ણય હોઈ શકે છે. ઉત્તર ભારત અને ગુજરાત સહિતના વિસ્તારોમાં તાપમાનનો પારો ધીમે-ધીમે વધી રહ્યો છે. એક્સપર્ટ્સના મતે, 20 ફેબ્રુઆરીથી 20 માર્ચ વચ્ચેનો સમય AC સર્વિસ માટે શ્રેષ્ઠ છે. આ દિવસોમાં મેકેનિકો જોડે AC સર્વિસ કરાવવા માટે વધારે ઓર્ડર નહી હોય છે અને ખર્ચ પણ ઓછો આવે છે.

2 / 6
મિકેનિક આપે છે પૂરતો સમય: એપ્રિલથી જૂન મહિનામાં મિકેનિક પાસે ઘણું કામ હોય છે, તેથી તેઓ ઉતાવળમાં સર્વિસ કરે છે. પરંતુ અત્યારે બુકિંગ ઓછું હોવાથી મિકેનિક આરામથી કૂલિંગ કોઈલ, ડ્રેઇન પાઇપ, ગેસ પ્રેશર અને વાયરિંગની સંપૂર્ણ તપાસ કરી શકે છે. તેનાથી કામની ગુણવત્તા વધે છે.

3 / 6
AC ગેસની સચોટ તપાસ: ગરમીમાં જ્યારે AC ઓન કરો અને ઠંડક ન થાય ત્યારે લોકો ઉતાવળમાં ગેસ ભરાવી લે છે. હકીકતમાં, લીકેજ વગર ગેસ ક્યારેય ઓછો થતો નથી. ઓફ-સીઝનમાં તમે આરામથી લીકેજ ટેસ્ટ કરાવી શકો છો અને બિનજરૂરી ખર્ચથી બચી શકો છો.

4 / 6
સર્વિસ સસ્તી પડે છે: ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં કંપનીઓ અને લોકલ સર્વિસ પ્રોવાઈડર સારા ડિસ્કાઉન્ટ ઓફર કરે છે. પીક સીઝનમાં સર્વિસ ચાર્જ વધી જાય છે, જ્યારે અત્યારે ગેસ રિફિલિંગ અને રિપેરિંગ પર પણ ઓફર્સ મળી શકે છે.

5 / 6
સ્પેર પાર્ટ્સ સરળતાથી મળે છે: જો સર્વિસ દરમિયાન કોઈ પાર્ટ ખરાબ જણાય, તો તે અત્યારે સરળતાથી મળી રહે છે. જ્યારે ઉનાળાની સીઝનમાં સ્પેર પાર્ટ્સની અછત સર્જાય છે અને તેની કિંમતો પણ આસમાને પહોંચી જાય છે.

6 / 6
ઉનાળામાં નહીં આવે કોઈ ટેન્શન: ઘણા લોકો ગરમી લાગે ત્યારે જ AC ચાલુ કરે છે અને ત્યારે જ ખામી સામે આવે છે (જેમ કે પાણી ટપકવું કે ઠંડક ન થવી). અત્યારથી સર્વિસ કરાવવાથી તમારું AC આખા સીઝન માટે તૈયાર થઈ જશે અને ગરમીમાં કોઈ અટકાવ વગર ચાલશે.