
વોશિંગ્ટન સુંદરના પિતા એમ. સુંદર ક્રિકેટ રમવા માંગતા હતા. પરંતુ સારું ક્રિકેટ રમવા છતાં તેઓ તમિલનાડુની મુખ્ય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં. પરંતુ જ્યારે તેઓ નાના હતા અને સ્ટેડિયમમાં ક્રિકેટ રમવા જતા હતા, ત્યારે એક નિવૃત્ત આર્મી ઓફિસર ત્યાં આવતા હતા. તેઓ બાળકોને રમતા જોતા હતા. તે બાળકોમાં એમ. સુંદર પણ હતા.

આ બાળકોની રમત નિવૃત્ત આર્મી ઓફિસરને ખૂબ પ્રભાવિત કરતી હતી. આવી સ્થિતિમાં તે નિવૃત્ત અધિકારીએ એમ. સુંદરને રમવા કહ્યું. તેમણે કહ્યુ- હું તને ભણાવીશ, કિટબેગ આપીશ, તને સાયકલ પર સ્કૂલે મૂકવા અને લેવા જઈશ. તે નિવૃત્ત અધિકારીએ આવું કર્યું કારણ કે એમ. સુંદર ગરીબ પરિવારમાંથી હતા. તેમના માટે અભ્યાસ અને ક્રિકેટનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ હતો.

હિન્દુ હોવા છતાં, તેમનું નામ વોશિંગ્ટન પડ્યું. કેમકે એમ. સુંદરને મદદ કરનાર નિવૃત્ત અધિકારીનું નામ હતું પી.ડી. વોશિંગ્ટન. જેનું 1999માં અવસાન થયું. 1999માં જ, એમ. સુંદરની પત્ની એક દીકરાને જન્મ આપે છે, જેના કાનમાં એમ. સુંદર કહે છે - શ્રીનિવાસન.

પરંતુ, થોડા સમય પછી તેમને લાગે છે કે છોકરાનું નામ શ્રીનિવાસન ન હોવું જોઈએ. તેના બદલે દીકરાનું નામ તે વ્યક્તિના નામ પરથી રાખવું જોઈએ, જેણે તેમને સપોર્ટ આપ્યો હતો. તેમણે તેમને ત્યારે સપોર્ટ આપ્યો જ્યારે બીજું કોઈ તેમને આપતું ન હતું. અને તેઓ તેમના છોકરાનું નામ વોશિંગ્ટન સુંદર રાખે છે.