પૂજામાં નારિયેળને ધાર્મિક રીતે કેમ મહત્વપૂર્ણ માનવામાં આવે છે? જાણો

હિન્દુ ધર્મમાં નારિયેળ ( coconut )ને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ છે. કેટલાક પુરાણોમાં નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ચાલો તેના વિશે કેટલીક અન્ય મહત્વપૂર્ણ હકીકતો જાણીએ.

| Updated on: Nov 12, 2026 | 11:37 AM
1 / 8
 કોઈપણ યજ્ઞ,હવન અને પૂજા નારિયળ વગર અધુરી માનવામાં આવે છે. આ પૂજા પાઠની મહત્વની સામગ્રી છે. જેનો ઉપયોગ હંમેશ કરવામાં આવે છે. નારિયળ એક એવી વસ્તુ છે. જેનો ઉપયોગ દરેક પૂજા પાઠમાં થાય છે.

2 / 8
હિન્દુ ધર્મમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા નારિયળ ફોડવાની પરંપરા છે. આ એક શુભ ફળ માનવામાં આવે છે. આ માટે મંદિરોમાં નારિયળ ચઢાવવાનો રિવાજ છે. કોઈ પણ પુજા કે શુભ કામ નારિયળ ચઢાવ્યા વગર અધુરું માનવામાં આવે છે.

3 / 8
જ્યોતિષ શાસ્ત્રમાં પણ નારિયળના ફળને દરેક પૂજા ઉપાસનમાં સંમપન્નતાનું પ્રતિક માનવામાં આવ્યું છે. જેને લક્ષ્મીજીનું સ્વરુપ માને છે. આ માટે શ્રીફળ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે, નારિયળ ચઢાવવાથી લોકોના તમામ દુખ દુર્દ દુર થાય છે. તો ચાલો આની પૌરાણિક કથા વિશે જાણીએ.

4 / 8
એવું માનવામાં આવે છે કે જ્યારે ભગવાન વિષ્ણુ પૃથ્વી પર અવતર્યા, ત્યારે તેઓ દેવી લક્ષ્મી, નારિયેળનું ઝાડ અને કામધેનુને પોતાની સાથે લાવ્યા. નારિયેળના ઝાડને કલ્પવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જ્યાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રહે છે.

5 / 8
 ઘણા પુરાણોમાં, નારિયેળને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેથી, એવું માનવામાં આવે છે કે જે ઘરમાં નારિયેળ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો આશીર્વાદ હોય છે.

6 / 8
પૂજામાં નાળિયેળ તોડવાનો અર્થ એ છે કે, વ્યક્તિએ પોતાના ઈષ્ટ દેવને પોતાને સમર્પિત કર્યા છે. આ માટે પૂજામાં ભગવાનની સામે નારિયેળ ફોડવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર એક વખત ઋષિ વિશ્વામિત્ર ઈંન્દ્રથી નારાજ થયા હતા. અને બીજું સ્વર્ગ બનાવવાની રચના કરવા લાગ્યા હતા. પરંતુ તે બીજા સ્વર્ગની રચનાથી સંતુષ્ટ ન હતા.

7 / 8
ત્યારબાદ તેમણે બીજી સૃષ્ટિના નિર્માણમાં માનવના રુપમાં નારિયેળનો પ્રયોગ કર્યો હતો. આ માટે તેના પર બે આંખો અને એક મોંઢાની રચના હોય છે. પહેલાના સમયમાં બલિ આપવાની પ્રથા હતી. તે સમયમાં મનુષ્ય અને જાનવરોની બલિ આપવી સમાન વાત હતી. ત્યારે આ પરંપરા તોડવા માટે નારિયેળ ચઢાવવાની પ્રથા શરુ થઈ.

8 / 8
 અહીં આપેલી માહિતી ધાર્મિક માન્યતાઓ અને લોકવાયકાઓ પર આધારિત છે, અને કોઈપણ વૈજ્ઞાનિક પુરાવા દ્વારા સમર્થિત નથી. તે સામાન્ય લોકોના હિત માટે રજૂ કરવામાં આવી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.