3-પિન પ્લગમાં એક પિન કેમ હોય છે મોટી? ડિઝાઇન નહીં, છે જીવ બચાવવાની ટેક્નિક

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે AC કે ફ્રિજના 3-પિન પ્લગમાં એક પિન બાકીની બંનેથી મોટી અને જાડી હોય છે? આ ફક્ત ડિઝાઇન નથી, પરંતુ તમારો જીવ બચાવવા માટેની ટેક્નિકલ વ્યવસ્થા છે. જાણો આ પિન કેવી રીતે તમને ઇલેક્ટ્રિક શોકથી બચાવે છે.

| Updated on: Jul 07, 2026 | 9:15 PM
1 / 5
તમારા ઘરમાં રહેલા AC, ફ્રિજ કે માઇક્રોવેવના પ્લગને ક્યારેય ધ્યાનથી જોયો છે? આ 3-પિન પ્લગમાં એક પિન બાકીની બે પિનથી નોંધપાત્ર રીતે મોટી અને જાડી હોય છે. મોટાભાગના લોકો આને માત્ર ડિઝાઇનનો ભાગ સમજીને નજરઅંદાજ કરી દે છે. પરંતુ હકીકતમાં આ પિન પાછળ છુપાયેલી છે એક એવી ટેક્નોલોજી, જે તમારો જીવ બચાવવાનું કામ કરે છે.

2 / 5
કેમ ભારે ઉપકરણોમાં જ લાગે છે 3-પિન પ્લગ: પહેલા એ સમજવું જરૂરી છે કે 3-પિન પ્લગ ફક્ત ભારે ઉપકરણોમાં જ કેમ વપરાય છે. ફ્રિજ, AC, માઇક્રોવેવ અને ગીઝર જેવા ભારે ઉપકરણોની બોડી મેટલની હોય છે, જેમાં કરંટ ઉતરવાનું જોખમ વધારે હોય છે. જ્યારે મોબાઇલ ચાર્જર, ટીવી કે ટ્રિમર જેવા ઓછા વોલ્ટેજવાળા ઉપકરણોમાં આવું જોખમ ન હોવાથી તેમાં સાદો 2-પિન પ્લગ જ ચાલી જાય છે. જો ભારે ઉપકરણોમાં અર્થિંગ ન હોય, તો ઉપકરણને અડકતાં જ શોક લાગવાનું જોખમ રહે છે. એટલા માટે જ દરેક ભારે લોડવાળા ઉપકરણ માટે 3-પિન પ્લગનો ઉપયોગ કરવામાં આવે છે.

3 / 5
કેમ હોય છે એક પિન લાંબી: જ્યારે તમે પ્લગને સોકેટમાં નાખો છો, ત્યારે આ લાંબી પિન ન્યુટ્રલ અને ફેઝ પિન કરતાં પહેલાં જ સોકેટની અંદર જતી રહે છે. આના કારણે ઉપકરણમાં કરંટ પહોંચે તે પહેલાં જ તેનું અર્થિંગ કનેક્શન એક્ટિવ થઈ જાય છે. જો ઉપકરણમાં કોઈ શોર્ટ-સર્કિટ કે કરંટ લીક થાય, તો તે કરંટ તમારા શરીર સુધી પહોંચવાને બદલે આ લાંબી પિન દ્વારા સીધો જમીનમાં જતો રહે છે. આ રીતે તમને કોઈ પણ પ્રકારનો ઇલેક્ટ્રિક શોક લાગતો નથી

4 / 5
કેમ હોય છે એક પિન જાડી: લંબાઈની સાથે-સાથે આ પિનને જાડી પણ રાખવામાં આવે છે, અને તેની પાછળ પણ ખાસ કારણ છે, જો આ પિનને પાતળી રાખવામાં આવે, તો શક્ય છે કે લોકો ખોટી રીતે પ્લગ લગાવે અને અર્થિંગ પિન કરતાં પહેલાં જ બાકીની બે પિન સોકેટમાં ફિટ થઈ જાય. આવી સ્થિતિમાં જો ઉપકરણમાં ખરાબી હોય તો મોટો અકસ્માત થઈ શકે, આ જાડી પિન એ સુનિશ્ચિત કરે છે કે કોઈ પણ વ્યક્તિ ખોટી રીતે પ્લગ ફિટ ન કરી શકે, વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો, વાયર કે પિન જેટલી જાડી હોય એટલો તેનો ઇલેક્ટ્રિકલ રેઝિસ્ટન્સ ઓછો હોય છે.

5 / 5
એટલે કે જાડી પિનમાંથી વીજળી વધુ સરળતાથી અને ઝડપથી પસાર થઈ શકે છે, આ જ કારણથી ફ્રિજ અને AC જેવા ભારે લોડવાળા ઉપકરણોનો કરંટ ગરમ થયા વગર સુરક્ષિત રીતે ફ્લો થઈ શકે છે. આગલી વખતે જ્યારે તમે તમારા ઘરના AC કે ફ્રિજનો પ્લગ સોકેટમાં લગાવો, ત્યારે યાદ રાખજો કે એ મોટી પિન કોઈ ડિઝાઇનની મજબૂરી નથી, પરંતુ એન્જિનિયરિંગનું એક એવું ઉદાહરણ છે જે રોજ તમારો જીવ બચાવે છે.

Follow Us