
લાંબા સમય સુધી તમે ફોનને જોવો છો તો આંખોમાં તાણ આવી શકે છે. તમારા ફોન પર આઇ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવાથી આંખોમાં તાણ દૂર કરવામાં મદદ મળી શકે છે.

ફોનમાં આ મોડ ચાલુ ના હોય અને તમે આખો દિવસ ફોન પર કામ કરતા હોવ તો પછી તમને રાત્રે ઉંઘ લેવામાં પણ તકલીફ પડે છે. આ બધુ જ તમારા ફોનની બ્લ્યૂ લાઈટના કારણે થાય છે.

ફોનમાં આઈ કમ્ફર્ટ મોડનો ઉપયોગ કરવા માટે, પહેલા સેટિંગ્સ પર જાઓ. હવે ડિસ્પ્લે સેટિંગ્સ પર જાઓ. તમને અહીં આઈ કમ્ફર્ટ મોડ દેખાશે તેના પર ટેપ કરો.

આઈ કમ્ફર્ટ મોડ ટૉગલ ચાલુ કરો. આ મોડમાં ફોનનો ઉપયોગ કંઈક અલગ લાગી શકે છે. આ ફોનની લાઇટિંગમાં ફેરફાર કરે છે, જેનો અર્થ છે કે વપરાશકર્તાને ફોનના ડિસ્પ્લે પર એક અલગ જોવાનો અનુભવ મળે છે.