
જીભની સાચી પોઝિશનનો અર્થ એ છે કે જ્યારે તમે શાંત બેઠા હોવ, ત્યારે તમારી આખી જીભ મોંના ઉપરના ભાગ (તાળવા) સાથે આરામથી ચોંટેલી હોવી જોઈએ. આ પોઝિશન આપણા શ્વાસના માર્ગને સપોર્ટ આપે છે અને કુદરતી રીતે નાકથી શ્વાસ લેવામાં મદદ કરે છે.

જો તમારી જીભ હંમેશાં મોંમાં નીચેની તરફ રહેતી હોય, તો તેનાથી મોં દ્વારા શ્વાસ લેવાની આદત પડી જાય છે. આના કારણે જડબામાં સતત તણાવ રહે છે અને દાંત એકબીજાની ઉપર ચડવા લાગે છે.

કુદરતી રીતે જીભનો આકાર આપણા મોંના ઉપરના તાળવા જેવો જ હોય છે. જ્યારે જીભ ઉપર હોય છે ત્યારે ત્યાં એક હળવું વેક્યુમ (સક્શન) બને છે, જે જીભને પાછળ ગળામાં સરકી જતાં અટકાવે છે જેથી શ્વાસ લેવામાં કોઈ તકલીફ પડતી નથી.

મોંની ઉપરના ભાગે જીભ રાખવાથી તે કુદરતી બ્રેસીસ (દાંતની તાર) જેવું કામ કરે છે. તે ઉપરના તાળવાને પહોળું કરે છે, પ્રોપર જો-લાઇન (Jawline) આપે છે અને ચહેરાના યોગ્ય વિકાસમાં મદદ કરે છે.

જીભ સાચી જગ્યાએ હોવાથી TMJ (જડબાના સાંધા) પરનું પ્રેશર ઘટી જાય છે. સ્નાયુઓ રિલેક્સ થવાને કારણે રાત્રે દાંત કચકચાવવાની આદત અને માથાના દુખાવાની સમસ્યામાંથી પણ મુક્તિ મળે છે.

આ ચેક કરવું એકદમ સરળ છે. "N" અક્ષર બોલો અને જીભને એ જ જગ્યાએ રોકી રાખો. જુઓ કે જીભની ટીપ (આગળનો ભાગ) આગળના દાંતની બરાબર પાછળ હોવી જોઈએ, પણ દાંતને અડવી ન જોઈએ. હવે મોં બંધ કરી નાકથી શ્વાસ લો.

જો જીભ સતત ખોટી જગ્યાએ રહે તો બોલવામાં તકલીફ , રાત્રે નસકોરાં બોલવા, સ્લીપ એપનિયા (શ્વાસ રૂંધાવો) અને ટંગ થ્રસ્ટ (જીભ વડે દાંત પર પ્રેશર આવવું) જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યા અનુસાર, ખોટી પોઝિશનના લીધે 'ઓપન બાઈટ' નામની સમસ્યા થાય છે. જેમાં જીભ સતત આગળના દાંતને ધક્કો મારતી હોવાથી, મોં બંધ કરવા છતાં આગળના દાંત વચ્ચે ગેપ રહી જાય છે અને તે પૂરા બંધ થતા નથી.

મોંથી શ્વાસ લેવાના કારણે મોં સુકાઈ જાય છે અને તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એટલું જ નહીં, ઊંઘ પૂરી ન થવાના કારણે બાળકો અને મોટાઓમાં ADHD (ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું) જેવા લક્ષણોનું જોખમ પણ વધી જાય છે.

આ આદત સુધારવા માટે દિવસમાં ઘણીવાર પ્રેક્ટિસ કરો. જીભના આગળના ભાગને તાળવે અડાડીને, સક્શન (ખેંચાણ) દ્વારા આખી જીભને ઉપર ફ્લેટ ચોંટાડી દો. ત્યારબાદ હોઠ બંધ કરી નોર્મલ શ્વાસ લો. ધીમે-ધીમે આ તમારી કાયમી આદત બની જશે.