
હાલમાં ઠંડીની ઋતુ ચાલી રહી છે. જો તમે પણ એસી ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો. તો તમે જોયું હશે કે, એસી કોચના ભાડામાં કોઈ ફેરફાર થયો નથી. હવે તમારા મનમાં એક સવાલ ઉભો થયો હશે કે, રેલવે શિયાળામાં એસી ચાલુ કરતું નથી તો પછી ભાડું શેનું લેવામાં આવે છે. તેમજ ઓછો ચાર્જ કેમ નથી કરવામાં આવતો.,

તમને જણાવી દઈએ કે, ટ્રેનના એસી કોચમાં ઉનાળામાં વાતાવરણને ઠંડુ રાખવામાં આવે છે. ગરમીના સમયે બહારનું તાપમાન 45 ડિગ્રી સેલિસ્યસની આસપાસ હોય છે. આ દરમિયાન એસી કોચની અંદરનું તાપમાન 20 થી 25 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે. આવી રીતે શિયાળામાં બહારનું તાપમાન 4 થી 8 ડિગ્રી સેલ્સિયસની આસપાસ હોય છે. આ સમયે એસી કોચની અંદરનું તાપમાન 17-21 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે છે.

શિયાળામાં રેલવે ટ્રેનમાં એસી બંધ રાખે છે. આવું કહેવું યોગ્ય નથી. શિયાળામાં તાપમાનને મેન્ટેન રાખવા માટે એસીમાં લગાવવામાં આવેલા હીટરને શરુ કરવામાં આવે છે.

આ ઉપરાંત બ્લોઅર ચલાવવાથી સમગ્ર કોચને ગરમ હવા પૂરી પાડવામાં આવે છે. આ રીતે ટ્રેનોમાં લાગેલા એસી શિયાળામાં પણ કામ કરે છે. તેથી રેલવે મુસાફરો પાસેથી AC કોચનું પૂરેપુરું ભાડું વસૂલે છે.