
આધ્યાત્મિક દૃષ્ટિકોણથી લાંબા વાળ રાખવાથી સાધુઓ તેમની શક્તિને સંતુલિત કરી શકે છે. કેટલીક જગ્યાએ એવું પણ માનવામાં આવે છે કે લાંબા વાળ શરીર અને આત્મા વચ્ચે સંતુલન જાળવી રાખે છે. તેનું એક કારણ એ છે કે ઋષિઓ વાળ કાપવાનું ટાળે છે, કારણ કે તેઓ તેને પ્રકૃતિનો એક ભાગ માને છે.

ઋષિ-મુનિઓ અને મહાત્માઓના લાંબા વાળ રાખવા પાછળનું એક કારણ એ છે કે પહેલાના જમાનાની જેમ આજે પણ ઋષિ-મુનિઓ પર્વતો પર તપસ્યા કરવા અને શાંતિ મેળવવા જાય છે. ત્યાં તેઓ તપસ્યામાં એટલા તલ્લીન થઈ જાય છે કે તેમને બીજી કોઈ વાતની ચિંતા નથી હોતી. તેઓ સાંસારિક મોહ માયા છોડીને ત્યાં પહોંચે છે.
Published On - 7:20 pm, Mon, 6 January 25