
આજે ચાની કીટલીથી લઈને મોટા શોપિંગ મોલ સુધી, UPI પેમેન્ટ, રેસ્ટોરન્ટ મેનૂ અને ટિકિટ સ્કેન કરવા માટે QR Code નો ઉપયોગ વધી ગયો છે.

QR Code ના ત્રણ ખૂણા પર દેખાતા મોટા ચોરસ બોક્સને ટેકનિકલ ભાષામાં ‘ફાઇન્ડર પેટર્ન’ (Finder Pattern) કહેવામાં આવે છે.

જ્યારે તમે સ્કેનર કે કેમેરો ઓપન કરો છો, ત્યારે કેમેરો સૌથી પહેલા આ 3 બોક્સને જ ઓળખે છે અને સમજી જાય છે કે આ એક QR કોડ છે.

આ ફાઇન્ડર પેટર્નની મદદથી સ્કેનરને ખબર પડે છે કે કોડ કઈ દિશામાં છે. તમે ફોન ત્રાસો કે ઊંધો રાખશો તોપણ તે તરત સ્કેન થઈ જશે.

એન્જિનિયરો મુજબ, કોડનું લોકેશન અને દિશા સેટ કરવા માટે 3 બોક્સ પૂરતા છે. ચોથો બોક્સ મૂકવાથી કોઈ વધારાનો ફાયદો થતો નથી.

ચોથો ખૂણો ખાલી રાખવાથી ત્યાં અન્ય જરૂરી ડેટા અને ટેકનિકલ માહિતી સ્ટોર કરવા માટે પૂરતી જગ્યા મળી રહે છે.

ઘણીવાર QR કોડ પર સ્ક્રેચ હોય કે થોડો ફાટેલો હોય, છતાં પણ પેમેન્ટ થઈ જાય છે.

ખરાબ કોડ સ્કેન થવા પાછળ ‘Error Correction’ ટેકનોલોજી કામ કરે છે, જે ગુમ થયેલી માહિતીને આપોઆપ રિકવર કરી લે છે.