નવા કપડાં સાથે કેમ મળે છે કાપડનો નાનો ટુકડો ? મોટાભાગના લોકો નથી જાણતા તેનું અસલી કારણ

જ્યારે પણ આપણે નવું શર્ટ, કુર્તો કે પેન્ટ ખરીદીએ ત્યારે ઘણીવાર તેની સાથે તે જ કાપડનો એક નાનો ટુકડો અટેચ જોવા મળે છે. મોટાભાગના લોકો તેને નકામો સમજીને ફેંકી દે છે, પરંતુ તે વોશિંગ ટેસ્ટ, ઇસ્ત્રી અને રિપેરિંગ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.

| Updated on: Oct 12, 2026 | 4:06 PM
1 / 7
નવા કપડાં ખરીદતી વખતે ઘણીવાર તેની સાથે તે જ કાપડનો એક નાનો ટુકડો પણ મળે છે. મોટાભાગના લોકો તેને નકામો સમજીને કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ વાસ્તવમાં કંપનીઓ તેને કોઈ ખાસ હેતુ માટે આપતી હોય છે.

2 / 7
આ નાનો ટુકડો જરૂરિયાતના સમયે ફાટેલા કપડાંનું રિપેરિંગ કરવા અથવા તો તેનો રંગ અને ફેબ્રિક ટેસ્ટ કરવા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.

3 / 7
જ્યારે નવા કપડાં ખરીદ્યા પછી થોડા સમયમાં તેમાં નાનું કાણું પડી જાય કે ક્યાંકથી ફાટી જાય, ત્યારે તેને સરખું કરવું મુશ્કેલ બને છે—ખાસ કરીને જ્યારે તે જ કલર કે શેડનું કાપડ બજારમાં ન મળતું હોય. આવા સંજોગોમાં કપડાં સાથે આવેલો આ નાનો ટુકડો ખૂબ કામ આવે છે. દરજી આ ટુકડાની મદદથી અંદરથી થીગડું કે રફુ કરી શકે છે, જેથી અલગથી મેચિંગ કાપડ શોધવાની જરૂર પડતી નથી.

4 / 7
કાપડનો રંગ ચકાસવામાં મદદરૂપ: નવા કપડાં ધોતી વખતે તેનો રંગ નીકળશે કે નહીં તે પહેલેથી જાણી શકાતું નથી. અમુક ફેબ્રિક ડિટર્જન્ટ કે પાણીના સંપર્કમાં આવતા જ કલર છોડવા લાગે છે. તેથી મુખ્ય કપડું ધોતાં પહેલાં આ નાના ટુકડાને પાણી અને સાબુમાં પલાળીને ટેસ્ટ કરી શકાય છે કે તેમાંથી રંગ છૂટે છે કે નહીં. જો રંગ નીકળતો હોય તો મુખ્ય કપડાંને અલગથી સાવચેતીપૂર્વક ધોઈ શકાય છે.

5 / 7
ઇસ્ત્રી (પ્રેસ) કરતા પહેલાં હીટ ટેસ્ટિંગ:  દરેક કાપડને એક સરખા તાપમાને ઇસ્ત્રી કરી શકાતી નથી. અમુક સિન્થેટિક કે નાજુક કાપડ વધુ ગરમ ઇસ્ત્રીના સંપર્કમાં આવતાં જ બળી જાય છે કે સંકોચાઈ જાય છે. આવા સમયે કાપડના આ નાના ટુકડા પર ઇસ્ત્રી ફેરવીને હીટ ટેસ્ટ કરી શકાય છે. તેનાથી ખ્યાલ આવે છે કે તે કાપડ ગરમી સહન કરી શકે છે કે નહીં.

6 / 7
શું દરેક નવા કપડાં સાથે આવો ટુકડો મળે છે?:  દરેક કપડાં સાથે આવો ટુકડો મળતો નથી. આ બાબત કપડાંની બ્રાન્ડ, તેની ક્વોલિટી અને પેકિંગની પદ્ધતિ પર નિર્ભર કરે છે. પ્રીમિયમ અથવા ખાસ ડિઝાઇનર કપડાં સાથે બટનની સાથે આ કાપડ પણ આપવામાં આવે છે.

7 / 7
આગામી વખતે આવો ટુકડો મળે તો શું કરવું? હવે પછી જ્યારે પણ તમારા નવા કપડાં સાથે આવો ટુકડો મળે, તો તેને તરત ફેંકી દેવાને બદલે સંભાળીને કબાટમાં રાખી મૂકો. કપડું ફાટી જાય ત્યારે રિપેરિંગમાં કે કલર-હીટ ચેક કરવામાં તે ખૂબ ઉપયોગી નીવડશે. આ ઉપરાંત, કપડાંને સુરક્ષિત રાખવા માટે તેના પર આપેલા વોશિંગ ઇન્સ્ટ્રક્શન લેબલને વાંચવું પણ એટલું જ જરૂરી છે.

Follow Us
Loading...
Unable to load recommendations.