તમારી બાઈક પેટ્રોલથી જ કેમ ચાલે છે ? બાઈકમાં ડીઝલ એન્જિન કેમ નથી હોતું? જાણો…

માઈલેજ તો 90ની મળતી હતી, છતાં રસ્તા પરથી કેમ ગાયબ થઈ ગઈ ડીઝલ બાઈક? ટ્રક જેવું એન્જિન બાઈકમાં કેમ ફિટ નથી થતું? આ રહી તેની પાછળની ચોંકાવનારી હકીકત!

| Updated on: Apr 29, 2026 | 3:56 PM
1 / 7
પેટ્રોલ અને ડીઝલ એન્જિનના કામ કરવાની પદ્ધતિમાં આકાશ-પાતાળનો તફાવત છે. જ્યાં પેટ્રોલ એન્જિન 'સ્પાર્ક' પર ચાલે છે, ત્યાં ડીઝલ એન્જિન હવામાં અતિશય દબાણ (Compression) પેદા કરીને ધડાકો કરે છે. આ 'હાઈ પ્રેશર' ગેમ જ બાઈક માટે મુસીબત બની જાય છે.

2 / 7
ડીઝલ એન્જિનમાં ભયંકર દબાણ ઉત્પન્ન થાય છે, જેને રોકવા માટે એન્જિનના પાર્ટ્સ લોખંડ જેવા મજબૂત અને ભારે બનાવવા પડે છે. જો આવું એન્જિન બાઈકમાં લગાવાય, તો બાઈકનું વજન એટલું વધી જાય કે તેને સંભાળવું સામાન્ય માણસના વશની વાત ન રહે.

3 / 7
તમે ક્યારેય ઉભેલા ટ્રકની પાસે ઉભા રહ્યા છો? તે જે રીતે વાઈબ્રેટ થાય છે, તેવું જ જો બાઈકમાં થાય તો સવાર કરનાર વ્યક્તિ થોડી જ મિનિટોમાં થાકી જાય. ડીઝલ એન્જિનનો ધડાકો એટલો શક્તિશાળી હોય છે કે બાઈક પર બેઠેલા વ્યક્તિને આંચકાનો અહેસાસ સતત થતો રહે.

4 / 7
બાઈક સવારોને 'પીક-અપ' અને સ્પીડ જોઈએ છે. પેટ્રોલ એન્જિન ઉંચા RPM પર ફટાફટ સ્પીડ પકડે છે, જ્યારે ડીઝલ એન્જિન તાકાત (Torque) તો આપે છે પણ સ્પીડ આપવામાં આળસુ હોય છે. એટલે જ રેસિંગમાં પેટ્રોલ અને માલસામાન વહન કરવા માટે ડીઝલ વપરાય છે.

5 / 7
ડીઝલ એન્જિનની ટેકનોલોજી જટિલ છે. તેના સ્પેરપાર્ટ્સ મોંઘા હોય છે. જો આજે કોઈ કંપની ડીઝલ બાઈક લોન્ચ કરે, તો તેની કિંમત સામાન્ય પેટ્રોલ બાઈક કરતા સીધી બમણી થઈ શકે છે, જે સામાન્ય ભારતીય ગ્રાહક માટે ખોટનો સોદો સાબિત થાય.

6 / 7
ડીઝલ એન્જિન નાઈટ્રોજન ઓક્સાઈડ અને કાળો ધુમાડો વધુ છોડે છે. આજના BS6 ફેઝ-2 ના કડક નિયમો મુજબ, નાનકડું ડીઝલ એન્જિન બનાવવું એ એન્જિનિયરો માટે માથાના દુખાવા સમાન છે, કારણ કે તેને ક્લીન રાખવા માટે એક્સ્ટ્રા ફિલ્ટર્સ લગાડતા તેની સાઈઝ હજુ વધી જાય છે.

7 / 7
બહુ ઓછા લોકો જાણે છે કે ભારતમાં 'રોયલ એનફિલ્ડ ટૌરસ' (Taurus) નામની ડીઝલ બાઈક આવી હતી. તે 80-90ની જબરદસ્ત એવરેજ આપતી હતી, છતાં લોકોએ તેને નકારી કાઢી. કારણ હતું- તેનો અવાજ, કાળો ધુમાડો અને થકવી દેનારી ધ્રુજારી. અંતે કંપનીએ આ પ્રોજેક્ટ હંમેશા માટે બંધ કરવો પડ્યો.

Follow Us