
આપણા બધાના ઘરમાં અનેક એવી વસ્તુઓ હોય છે. જેને આપણે ધ્યાનથી જોઈએ તો આપણા મનમાં અનેક સવાલો થાય છે પરંતુ આપણે આના વિશે વધારે વિચારતા નથી. આજે આપણે સિલેન્ડર સાથે જોડાયેલી એક એવી જાણકારી વિશે વાત કરીશું. જેના વિશે તમને પણ વિચાર આવ્યો હશે.

તમારા બધાના ઘરમાં સિલિન્ડર હોય છે. હવે અનેક લોકોના ઘરમાં પાઈપલાઈન કનેક્શન આવી ગઈ છે પરંતુ પહેલા તો તેમના ઘરમાં પણ ગેસ સિલિન્ડર હતુ. તમે ક્યારે વિચાર્યું કે,ગેસ સિલિન્ડરના તળિયે નાના કાંણા કેમ હોય છે.

શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ છિદ્રો શા માટે છે? તે ક્યાંય વસ્તુઓ ઉપાડવા અથવા ફિટ કરવા માટે નથી. ચાલો જાણીએ કે, આ છિદ્રો શા માટે આપવામાં આવે છે.

જો તમે એવું વિચારો કે, ગેસ સિલિન્ડરની નીચે નાના કાણા ડિઝાઈ ન માટે હોય છે. તો આ પ્રશ્ન બિલકુલ ખોટો છે. સિલિન્ડરની નીચે નાના કાંણા ખુબ જરુરી હોય છે. આ નાના કાંણા સિલિનેડરની નીચે એર વેન્ટિલેશનનું કામ કરે છે. તે તાપમાનને નિયંત્રિત કરવા માટે હોય છે.

આ કાણા સિલિન્ડર અને જમીન વચ્ચે હવાનેપાસર કરે છે, જે સિલિન્ડરની નીચે ભેજને એકઠો થતો અટકાવે છે, જે સિલિન્ડરના નીચેના ભાગને કાટ લાગવાથી બચાવે છે.

વધુમાં, આ કાણા ઉનાળા દરમિયાન સિલિન્ડરને ઠંડુ રાખે છે અને દબાણ ઘટાડવામાં મદદ કરે છે. (all photo: PTI)