
ચૂંટણી દિવસથી શપથગ્રહણ સુધી એટલે કે લગભગ 75 દિવસના આ સમયગાળામાં ચૂંટાયેલા રાષ્ટ્રપતિને તેમની કેબિનેટ અંગે નિર્ણય લેવા, બ્રીફિંગ્સ મેળવવા અને શાસન કરવા માટે તૈયાર કરવા સક્ષમ બનાવે છે, જેનાથી નવા રાષ્ટ્રપતિને સરળતાથી સત્તા ટ્રાન્સફર થઈ શકે.

આ ઉપરાંત અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી પણ ચોક્કસ દિવસે જ થાય છે. આ માટે નવેમ્બરના પહેલા મંગળવારને પસંદ કરવામાં આવ્યો છે. દર વખતે નવેમ્બરના પહેલા મંગળવારે જ રાષ્ટ્રપતિની ચૂંટણી થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિને શપથ લેવડાવવાની જવાબદારી યુનાઇટેડ સ્ટેટ્સના મુખ્ય ન્યાયાધીશની રહે છે. આ વ્યક્તિ અમેરિકાની સુપ્રીમ કોર્ટના વડા છે અને શપથ ગ્રહણ સમારોહ દરમિયાન તે નવા રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે.
Published On - 11:00 am, Sun, 19 January 25