શાહરુખ ખાન નહીં, ગુજરાતી બિઝનેસમેન હતો ‘મન્નત’નો પહેલો માલિક, બંગલા સાથે જોડાયેલી રસપ્રદ સ્ટોરી જાણો

મુંબઈના સમુદ્ર કિનારે સ્થિત સુપરસ્ટાર શાહરુખ ખાનનો બંગલો દુનિયાભરમાં ફેમસ છે. આ બંગલો જોવા માટે દુનિયાભરથી ચાહકો આવે છે. પરંતુ શું તમે જાણો છો કિંગ ખાનના બંગલાનો પહેલો માલિક કોણ હતો.

| Updated on: Jul 14, 2026 | 3:01 PM
1 / 9
મુંબઈમાં સમુદ્ર કિનારે આવેલા સુપરસ્ટાર શાહરુખ ખાનના બંગલાને કોણ ઓળખતો નથી. બિલ્ડિંગની અગાસી પર ઉભા રહી જ્યારે કિંગ ખાન ચાહકો સામે આવે છે. તો કિંગ ખાનની એક ઝલક જોઈ ચાહકો મંત્રમુગ્ધ થઈ જાય છે. 27000 વર્ગ ફુટમાં ફેલાયેલા આ બિલ્ડિંગને કિંગ ખાનની પત્ની ગૌરીએ ભવ્ય મહેલની જેમ સજાવ્યો છે.

2 / 9
પરંતુ શું તમે જાણો છો કે, બોલિવુડના બાદશાહનું આ ઘર પહેલા કોના નામે હતુ. મન્નતનો પહેલો માલિક કોણ હતો અને તેની સાથે જોડાયેલી રસપ્રદ વાતો જાણીએ.  2001 માં આશરે 13.5 કરોડમાં ખરીદવામાં આવ્યો હતો અને આજે તેની કિંમત આશરે 200 કરોડ હોવાનો અંદાજ છે.

3 / 9
શાહરુખ ખાનનો મન્નત બંગલો 6 માળનો છે. જે લક્ઝરી છે પરંતુ પહેલા આ ઘર એક રાજાનું હતુ. જેનું નામ વિજય સેન હતુ. તેમણે પોતાની પત્ની માટે આ આલીશાન બંગલો બનાવ્યો હતો. તે સમયે તેમણે આ ઘરનું નામ વિલા વિએના રાખ્યું હતુ. તે સમયે મુંબઈમાં સૌથી સુંદર બંગલોમાંથી એક હતુ.

4 / 9
રાજા વિજય સેને દુનિયાને અલવિદા કહ્યા બાદ આ સુંદર બંગલાને મુંબઈના એક પૈસાદાર પારસી બિઝનેસમેને ખરીદ્યો હતો. જેનું નામ માનેકજી બાટલીવાલા હતુ. ટુંકમાં શાહરૂખ ખાને એક ગુજરાતી ઉદ્યોગપતિ પાસેથી પોતાના સપનાનું ઘર ખરીદ્યું હતુ.મન્નત તે સમયે ગુજરાતી ઉદ્યોગપતિ નરીમન દુબાસની માલિકીની હતુ.

5 / 9
 થોડા સમય પછી માનેકજી બાટલીવાળાના પરિવારે વિલા વિએનાના બંગલામાં ખાલી પડેલી જગ્યા ખરીદી હતી. તેની ઉપર એક બંગલો બનાવ્યો હતો. આ નવા બંગલાનું નામ કીકી મંજિલ રાખવામાં આવ્યું હતુ. જે તેના નિવાસ કીકુ ગાંધીના નામ પર હતુ. કીકુ ગાંધી બોમ્બેના કળા જગત કે આર્ટ કલ્ચરનું જાણીતું નામ હતુ.

6 / 9
અમુક કારણોથી વિલા વિએનાના માલિકના હક એક ટ્રસ્ટ પાસે ગયા હતા. જેનાથી લાંબી રાહ જોયા પછી 2001માં ભાઈ ખોરશેદ ભાનુ સંજના ટ્રસ્ટના ટ્રસ્ટી નરીમન દુબાશે પાસેથી બંગલો ખરીદ્યો હતો. ત્યારબાદ આ બંગલો બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનના હાથમાં આવ્યો હતો.

7 / 9
શાહરુખ ખાનનો આ બંગલો પહેલા શૂટિંગ માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. ભાડે આપવામાં આવતો હતો. જેમાં અનેક જાહેરાત, ટીવી સિરીયલ અન ફિલ્મનું શૂટિંગ કરવામાં આવ્યું છે. ફિલ્મ અનાડીમાં રાજકપુરના હિટ ગીત કિસી કી મુસ્કુરાહટો પે હો નિસારમાં જોવા મળતો બંગલો મન્નત હતો. આ સિવાય ફિલ્મ સફરમાં આ બંગલો અભિનેતા ફીરોઝ ખાનના ઘર દેખાડવામાં આવ્યું હતુ. આટલું જ નહી. ફિલ્મ તેજાબમાં માધુરી દીક્ષિતના ઘર તરીકે દેખાડવામાં આવ્યું હતુ.

8 / 9
1991માં મુંબઈ આવેલા શાહરુખ ખાનની પાસે શરુઆતના દિવસોમાં કોઈ ઘર ન હતુ. તે એક સમયે નિર્માતા વિવેક વાસવાનીના ઘરે રહેતા હતા. તો ક્યારેક નિર્દેશક અજીજ મિર્ઝાના ઘરે, ત્યારબાદ સફલતા મળી સૌથી પહેલા કાર્ટર રોડ પર અમૃત એપાર્ટમેન્ટમાં સાતામાં માળે એક ફ્લેટ ખરીદ્યો હતો. ત્યારપછી સી ફેસિંગ વિલા વિએના ખરીદ્યો હતો.

9 / 9
આ ઘરનું નામ  શાહરુખ ખાને પહેલા જન્નત રાખ્યું હતુ પરંતુ થોડા સમય પછી તેમણે આનું નામ બદલી મન્નત રાખ્યું હતુ. શાહરુખ ખાને પોતાની પત્નીની બુક માઈ લાઈફ ઈન ડિઝાઈનને લોન્ચ પર આ વાતનો ખુલાસો કર્યો હતો. (ALL Photo : PTI, AI)

Published On - 2:22 pm, Tue, 14 July 26

Follow Us