ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે લોકો પતંગ અને દોરીની ખરીદિ કરી રહ્યા છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે.
પતંગબાજો માટે દોરી રંગાવી તે સૌથી મહત્વનું પાસું હોય છે. દોરી રંગવી તે પણ એક વિશેષ આર્ટ છે. દોરી રંગવા માટે કુશળ કારીગરો મુખ્યત્વે ઉત્તર પ્રદેશથી પેઢી દર પેઢી આવતા હોય છે. જોકે હવે સ્થાનિક કારીગરોએ પણ નિપુણતા હાંસલ કરી છે.
આશરે 1800 વર્ષોથી પરંપરાગત માંજો બનાવવા માટે ચોખાનો ગુંદર,વૃક્ષ નો ગુંદર, કલર, કાચનો પાવડર, અને સુતરાઉની દોરીનો ઉપયોગ કરવામાં આવે છે. આજે કેટલાક કારીગરો સાબુદાણા, એલોવેરા, ફેવિકોલ અને એલ્યુમિનિયમ ઓક્સાઈડ વગેરે સામગ્રીનો ઉપયોગ દોરી રંગવા માટે કરવામાં આવે છે.
દોરી રંગવા માટે મુખ્યત્વે વાઈટ, પિંક, યલો, ઓરેન્જ, રેડ જેવા બ્રાઇટ કલર નો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા પતંગ રશિયાઓને બ્લેક, બ્રાઉન, પર્પલ જેવા ડાર્ક કલર પણ પસંદ હોય છે.
પતંગ ચગાવવા માટે મુખ્યત્વે 3 તાર, 6 તાર 9 તાર અને 12 તાર ની દોરી નો ઉપયોગ કરવામાં આવે છે. પતંગ રશિયાઓ સૌથી વધારે 9 તાર અને 12 તારની દોરીનો ઉપયોગ કરતા હોય છે
ઉત્તરાયણ માટે શ્રેષ્ઠ માંજા કયો છે તે પવનની ગતિ ઉપર આધાર રાખે છેજ્યારે પવન ઓછામાં ઓછી 4 થી 5 કિમી/કલાક અને મહત્તમ 10 કિમી/કલાકની ઝડપે હોય, ત્યારે તમે 6 તારની દોરીનો ઉપયોગ કરી શકો છો. પવન ઝડપની 10થી વઘારે અને 15 કિમી/કલાકથી ઓછી હોય, ત્યારે તમે 9 તાર માંજાનો ઉપયોગ કરી શકો છો. જેના દ્વારા તમે તેનો વધુ સારા પ્રમાણમાં લાભ લઈ શકો છો. જ્યારે પવનની સ્પીડ 15 કિમી/કલાકથી વધુ હોય ત્યારે તમારે 12 તારના દોરીના માંજાનો ઉપયોગ કરવો જોઈએ. જેનાથી તમે વિરોધી પતંગ સરળતાથી કાપશો
6 તારની દોરી ઉપર લડાયક ચીલના પતંગો, ખંભાતના પતંગો, ફુદ્દા વગેરે જેવા પતંગો સરળતાથી ઉડી શકે છે. જ્યારે 9 તારની દોરી ફાઇટર રોકેટ પતંગ, ચીલ પતંગ, પાવલો, અડધિયા, બાના પતંગ, રજવાડી ચીલ, અને ઘણી બધી પતંગો વગેરે પતંગો ચગાવવાની વઘુ મજા આવે છે. 12 તારની દોરી મોટા ચાંદેદાર ડિઝાઇનર પતંગો, અડધિયા પતંગો, પોનિયા ચીલ પતંગ, પોનિયા બાના પતંગ, ડિઝાઇનર પોનિયા પતંગો, ઢાલ વગેરે જેવા પતંગો આ થ્રેડ દ્વારા ઉડી શકે છે
Published On - 5:06 pm, Fri, 10 January 25