
સોલાર પેનલ મેન્યુફેક્ચરિંગમાં અગ્રણી કંપની Emmvee Photovoltaic Power તેના IPO દ્વારા ₹2,900 કરોડ એકત્ર કરવાની તૈયારી કરી રહી છે. તેનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ₹20 છે, જે આશરે 9% નો વધારો દર્શાવે છે. કંપની આ મૂડીનો ઉપયોગ તેની પ્રોડક્શન કેપેસિટી વધારવા અને વર્કિંગ કેપિટલને મજબૂત કરવા માટે કરશે.

Groww નો ₹6,632 કરોડનો IPO તાજેતરમાં બંધ થયો અને તેને જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો હતો. રીટેલ અને મોટા ઇન્સ્ટિટ્યૂશનલ રોકાણકારો બંનેએ આ IPOમાં રોકાણ કર્યું હતું. આ IPO ને કુલ 17.6 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું છે, જ્યારે ગ્રે માર્કેટમાં તેનું પ્રીમિયમ રૂ. 5 છે, જેનો અર્થ રૂ. 100 ના ઇશ્યૂ ભાવ પર 5% નું સંભવિત લિસ્ટિંગ ગેઈન મળી શકે છે. વેલ્યુએશન ઊંચું હોવાથી રોકાણકારો કંપનીના ફિનટેક મોડેલમાં લાંબાગાળાનો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે.

લેન્સકાર્ટ સોલ્યુશન્સનો ₹7,278 કરોડનો IPO 28 ગણો સબસ્ક્રાઇબ થયો હતો. કંપનીના શેર ગ્રે માર્કેટમાં ₹17 ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જે ઇશ્યૂ કિંમત કરતાં 4% નો સંભવિત લાભ દર્શાવે છે. વેલ્યુએશન અંગે કેટલીક ચિંતાઓ હોવા છતાં કંપનીની બ્રાન્ડ અને રિટેલ નેટવર્ક રોકાણકારોના વિશ્વાસને મજબૂત બનાવી રહ્યું છે.

નાની કંપનીઓ (SME IPO) માં, ક્યુરિસ લાઇફસાયન્સિસના શેર ₹7.5 (6%) ના પ્રીમિયમ પર ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે શાઇનિંગ ટૂલ્સમાં પણ લગભગ 6% નો વધારો જોવા મળી રહ્યો છે. આ દરમિયાન મહામાયા લાઇફસાયન્સિસ અને વર્કમેટ્સ કોર 2 ક્લાઉડ જેવા ઇસ્યૂમાં ગ્રે માર્કેટ એક્ટિવિટી ખૂબ જ નબળી જોવા મળી રહી છે. આ પરથી કહી શકાય કે, રોકાણકારો ફક્ત પસંદગીના IPO પર ધ્યાન રાખી રહ્યા છે.
Published On - 9:09 pm, Sat, 8 November 25