Credit Card Tips : ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે આ 5 ભૂલો ક્યારેય ન કરવી!

ક્રેડિટ કાર્ડનો વપરાશ લોકોના રોજિંદા જીવનનો એક ભાગ બની ગયો છે. ઓનલાઈન શોપિંગ, હોટેલ બુકિંગ, EMI અને કેશબેક જેવી સુવિધાઓને કારણે તેનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. જો કે, ઘણા લોકો ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતી વખતે ઘણી ભૂલો કરે છે. જેના પરિણામે નોંધપાત્ર વ્યાજ, દંડ અને નાણાકીય નુકસાન થઈ શકે છે.

| Updated on: May 29, 2026 | 10:48 AM
1 / 6
બેંક તમને ચોક્કસ મર્યાદા સુધી ઉધાર ખરીદી કરવાની સુવિધા માટે ક્રેડિટ કાર્ડ આપે છે. તેનો સદુપયોગ તમારા નાણાકીય વ્યવહારોને સરળ બનાવી શકે  છે પરંતુ જ્યારે તમે તેનો દુરૂપયોગ કરશો તો તે તમારૂ દેવું વધારી શકે છે.

2 / 6
મોટાભાગે લોકો આખું બિલ ભરવાના બદલે માત્ર મિનિમમ ડ્યુની જ રકમ જ ચૂકવે છે. આવું કરવાથી લેટ ફીથી તો બચી જવાય છે. પરંતુ બાકી રહેલી રકમ પર ભારે વ્યાજ લાગવાનું શરૂ થઈ જાય છે. એટલે ક્યારેઈ ફક્ત મિનિમમ ડ્યુની રકમ ચૂકવવાની ભૂલ ન કરવી જોઈએ.

3 / 6
વધુ પડતો ખર્ચો ટાળવો જોઈએ. ક્રેડિટ કાર્ડ અમાઉંટની એક નિશ્ચિત મર્યાદા રાખવી જોઈએ. જો તમે વારંવાર સંપૂર્ણ લિમિટનો ઉપયોગ કરો છો તો તમારું ક્રેડિટ યુટિલાઈઝેશન રેશિયો વધી શકે છે. તેનાથી તમારા CIBIL સ્કોર પર સીધી અસર થઈ શકે છે અને ભવિષ્યમાં લોન મેળવવામાં મુશ્કેલી ઉભી કરી શકે છે.

4 / 6
જો ક્રેડિટ કાર્ડ બિલ સમયસર ચૂકવવામાં ન આવે તો બેંક ભારે દંડ અને વ્યાજ વસૂલ કરે છે. વધુમાં તમારા CIBIL સ્કોર પર પણ અસર પડી શકે છે. એક પણ વિલંબ તમારા નાણાકીય રેકોર્ડને અસર કરી શકે છે.

5 / 6
ઘણા લોકો જરૂર પડ્યે ATM માંથી રોકડ ઉપાડવા માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. જો કે આ સૌથી મોંઘી સેવાઓમાંની એક માનવામાં આવે છે. રોકડ ઉપાડતાની સાથે જ વ્યાજ વધે છે અને વધારાના શુલ્ક પણ વસૂલવામાં આવે છે.

6 / 6
બહુવિધ કાર્ડ રાખવાથી ખર્ચ નિયંત્રણમાં ઘટાડો થઈ શકે છે. બહુવિધ કાર્ડ રાખવાથી તેમની નિયત તારીખો યાદ રાખવામાં પણ મુશ્કેલી પડે છે. કાર્ડ પર ચુકવણી ચૂકી જવાથી નુકસાન વધી શકે છે.

Follow Us