ક્યાં છુપાયેલો છે ભારતનો સૌથી મોટો સોનાનો ખજાનો? KGF પછી કયો છે દેશનો સિક્રેટ ‘ગોલ્ડ હબ’?

શું તમે જાણો છો કે ભારતનું 99% સોનું માત્ર એક જ રાજ્યમાંથી આવે છે? KGF બંધ થયા પછી ક્યાંથી નીકળે છે દર વર્ષે 1.8 ટન સોનું? શું સામાન્ય નાગરિક જમીનમાંથી સોનું ખોદી શકે કે સરકાર લઈ લેશે? જાણો સોનાના આ અજાણ્યા રહસ્ય અને કાયદા વિશે!

| Updated on: Sep 15, 2026 | 6:40 PM
1 / 10
દુનિયાભરમાં સોનાના ભાવ સતત આસમાને પહોંચી રહ્યા છે. સોનાના ભંડારના મામલે અમેરિકા, જર્મની, ઇટાલી અને ફ્રાન્સ જેવા દેશો દુનિયા પર રાજ કરી રહ્યા છે. પરંતુ શું તમને ખબર છે કે ભારતના એક ચોક્કસ ખૂણામાં સોનાનો એવો ભંડાર છુપાયેલો છે જે આખા દેશની કિસ્મત બદલી રહ્યો છે?

2 / 10
ભારતમાં જેટલું પણ પ્રાથમિક સોનું ઉત્પાદિત થાય છે, તેમાંથી 99% જેટલો વિશાળ હિસ્સો માત્ર એક જ રાજ્યમાંથી બહાર આવે છે. આંકડાઓ અનુસાર, આ રાજ્ય સોનાનું ઉત્પાદન કરવામાં આખા દેશમાં એકચક્રી શાસન ચલાવે છે.

3 / 10
જ્યારે પણ ભારતના સોનાની વાત થાય ત્યારે 'કોલાર ગોલ્ડ ફીલ્ડ્સ' (KGF) નું નામ સૌથી પહેલા આવે છે. ઐતિહાસિક રીતે આ દેશની સૌથી મોટી અને સૌથી ઊંડી ખાણ ગણાતી હતી. પરંતુ વર્ષ 2001માં સોનાના ઘટતા ભાવ અને અન્ય રહસ્યમય કારણોસર તેને અચાનક બંધ કરી દેવામાં આવી હતી.

4 / 10
KGF બંધ થયા પછી દેશનું સોનું ક્યાંથી આવે છે? હાલમાં ભારતની સૌથી મોટી અને સક્રિય સોનાની ખાણ 'હુટ્ટી ગોલ્ડ માઇન્સ' છે, જે કર્નાટકના રાયચુર જિલ્લામાં આવેલી છે. આજે પણ આ સ્થાન પરથી ટનબંધ સોનું બહાર કાઢવામાં આવી રહ્યું છે.

5 / 10
તમને જાણીને આશ્ચર્ય થશે કે હુટ્ટી ગોલ્ડ માઇન્સનો ઇતિહાસ આજકાલનો નથી, પરંતુ 2000 વર્ષ કરતા પણ વધુ જૂનો છે. તે વિશ્વની સૌથી જૂની ધાતુની ખાણોમાંથી એક માનવામાં આવે છે. આ ઐતિહાસિક ખાણનું સંચાલન હાલમાં કર્નાટક સરકાર દ્વારા ગુપ્તતા અને કડક દેખરેખ હેઠળ કરવામાં આવે છે.

6 / 10
આ રહસ્યમય ખાણની ક્ષમતા વાર્ષિક 5.50 લાખ ટનથી વધુ અયસ્ક (Ore) પ્રોસેસ કરવાની છે. આ ભયાનક ખોદકામમાંથી દર વર્ષે અંદાજે 1.8 ટન જેટલું શુદ્ધ સોનું બહાર આવે છે.

7 / 10
માત્ર કર્ણાટક જ નહીં, પરંતુ ભારતની ધરતીના અન્ય ભાગોમાં પણ સોનાની હાજરી મળી આવી છે. ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તાજેતરમાં બિહારના જમુઈ જિલ્લામાં સોનાના જંગી ભંડાર મળ્યા હોવાનો દાવો કરાયો છે. પરંતુ ઉત્પાદનની દોડમાં હજુ પણ કોઈ કર્નાટકને પાછળ છોડી શક્યું નથી.

8 / 10
જો તમને તમારા ખેતરમાં કે નજીકના વિસ્તારમાં સોનું મળે, તો શું તે તમારું થઈ જાય? બિલકુલ નહીં! ભારતમાં કોઈ પણ સામાન્ય નાગરિક કે ખાનગી રોકાણકાર સીધી રીતે જમીનમાંથી કે ખાણમાંથી સોનું કાઢી શકતો નથી.

9 / 10
સરકારી અને માન્યતા પ્રાપ્ત એજન્સીઓ સિવાય કોઈને પણ સોનાના ખોદકામની મંજૂરી નથી. સરકાર સમય-સમય પર કાયદાકીય પ્રક્રિયા હેઠળ ટેન્ડર અને નીલામી (Auction) બહાર પાડે છે, જેમાં માત્ર લાયક કંપનીઓ જ ભાગ લઈ શકે છે.

10 / 10
ભારતમાં સોનું માત્ર સમૃદ્ધિનું પ્રતીક નથી પરંતુ તેની સાથે દેશના કાયદા અને ભૌગોલિક રહસ્યો જોડાયેલા છે. જમીનની અંદર છુપાયેલો આ ખજાનો આવનારા સમયમાં ભારતની આર્થિક તાકાત ક્યાં સુધી લઈ જશે તે જોવું રસપ્રદ રહેશે.

Follow Us
Loading...
Unable to load recommendations.