
વધુમાં કહ્યું છે કે કેબલ બિઝનેસને ડિમર્જ કરીને કંપનીની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માત્ર વ્યવસાયિક કામગીરીને સરળ બનાવવા માટેનું પુનર્ગઠન છે. ડીમર્જ ક્યારે થશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી.

ટોરેન્ટ પાવરના શેરની વાત કરીએ તો 27 મે, 2024ના રોજ માર્કેટ બંધ થયું ત્યારે શેર 8 રૂપિયા ઘટીને રૂ.1392 પર બંધ થયો હતો. કંપનીનું માર્કેટ કેપ 67,157 કરોડ રૂપિયા છે.