
1920s–1940sમાં અમેરિકા અને યુરોપમાં ડેટિંગ સામાન્ય વાત બની ગઈ હતી. કેફે, ડિનર ડેટ, મુવી ડેટનું કલ્ચર આવ્યું હતુ. પરંતુ ત્યારે પણ ડેટિંગનો લક્ષ્ય લાંબા સમયમાં લગ્ન જ માનવામાં આવતું હતું.

1950s–1960s (Golden Age of Dating) ડેટિંગનું રોમાન્ટિક અને સોશિયલ એન્ગલ ખુબ મજબુત બન્યું હતુ. ત્યારબાદ Prom Night, Drive-in Movies, Candlelight Dinners જેવી વસ્તુઓ શરુ થઈ હતી.ધીમે ધીમે 'Boyfriend' અને 'Girlfriend' શબ્દ સામાન્ય થયો હતો. હવે લગ્ન પહેલા ડેટિંગ સંપૂર્ણ રીતે સ્વીકાર કરવામાં આવ્યો હતો.

1970s–1990s (Sexual Revolution અને Freedom Culture) લિવ-ઇન રિલેશનશિપ અને કેઝ્યુઅલ ડેટિંગ પણ સામાન્ય બન્યા.લગ્ન પહેલા લાંબા સમય સુધી રિલેશનમાં રહેવું સામાન્ય બની ગયું છે.

2000s બાદ (Digital Dating Era) એટલે કે, Dating Apps અને વેબસાઈટ જેમ કે, Tinder, Bumble, Match.comએ ડેટિંગને ડિજીટલ બનાવી દીધું. હવે ડેટિંગ માત્ર લગ્નના ઉદ્દશ્ય સુધી સીમિત રહ્યું નથી. તેમાં Casual, Serious, Open Relationship જેવી પરિભાષાઓ પણ જોડાય છે.

જો ટુંકમાં આપણે વાત કરીએ તો ડેટ કરવાનું આધુનિક કલ્ચર 1900 બાદ શરુ થયું છે. 1920s થી 1960s સુધી સામાન્ય હતુ. 1970s બાદ આ સ્વતંત્રતા અને વ્યક્તિગત પસંદનો ભાગ બન્યો હતો. (photo : canva)