
પ્રોક્સી ફીચરનો લાભ લેવા માટે પહેલા તમારા સ્માર્ટફોનમાં પ્રોક્સી ફીચરને ઓન કરવાનું રહશે. ફોનમાં WhatsApp ખોલો. જમણી બાજુના ડોટ પર ક્લિક કરો. સેટિંગ્સ પર જાઓ. આ કર્યા પછી સ્ટોરેજ અને ડેટા પસંદ કરો. અહીં તમને Proxy નો વિકલ્પ બતાવવામાં આવશે. પ્રોક્સી એડ્રેસ દાખલ કરો અને સેવ કરી લો. પ્રોક્સી એડ્રેસ સેવ થશે એટલે લીલો ડોટ દેખાશે. આ બતાવે છે કે તમારું પ્રોક્સી સરનામું કનેક્ટ થઈ ગયું છે.

પ્રોક્સી સુવિધાનો ઉપયોગ તમારી ગોપનીયતા અને સુરક્ષાને અસર કરતું નથી. આમાં પણ તમારા મેસેજ એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ રહે છે. જો તમે થર્ડ પાર્ટી પ્રોક્સીનો ઉપયોગ કરો છો, તો તમારું IP એડ્રેસ પ્રોવાઈડર સાથે શેર થઈ શકે છે.

જો તમે લેપટોપ કે ડેસ્કટોપ પર વોટ્સએપમાં ઈન્ટરનેટ વગર વોટ્સએપ ચલાવવા માંગતા હોવ તો ગૂગલ પર વેબ વોટ્સએપ ટાઈપ કરીને સર્ચ કરો. આ પછી ફોનને સ્કેનર દ્વારા કનેક્ટ કરો. હવે ફોનનું ઈન્ટરનેટ બંધ હશે તો પણ WhatsApp ચાલતું રહેશે.

જો કોલ અથવા મેસેજ બંધ થાય તો આ કરો : જો પ્રોક્સી ફીચર ઓન કર્યા પછી પણ કોલ અથવા મેસેજ સર્વિસ કામ ન કરતી હોય તો ચિંતા કરશો નહીં. તેમને ફરીથી ચલાવવા માટે, તમારે લાંબા સમય સુધી લોન્ગ પ્રેસ અને પ્રોક્સી એડ્રેસ કાઢવું પડશે. આ પછી એક નવું પ્રોક્સી એડ્રેસ બનાવવું પડશે. એક વાત ધ્યાનમાં રાખો કે માત્ર વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ પ્રોક્સી એડ્રેસ બનાવો.