
ફ્રન્ટ કેમેરા ખુલશે અને વીડિયો નોટ્સ રેકોર્ડિંગ શરૂ થશે. પાછળના કેમેરા માટે, બાજુ પર ફ્લિપ આઇકોન પર ટેપ કરો.

તમે 60 સેકન્ડ સુધીની વીડિયો નોટ્સ રેકોર્ડ કરી શકો છો. પછી નીચે બટન પર ટેપ કરો અને વીડિયો નોટ્સ મોકલો.

આઇફોન યુઝર્સ માટે પહેલા તેમના ફોનમાં ઇન્સ્ટોલ કરેલ WhatsApp અપડેટ કરવાની જરૂર પડશે. ત્યારબાદ તમે જે વ્યક્તિને વીડિયો નોટ્સ મોકલવા માંગો છો તેના ચેટ બોક્સ પર જાઓ. ત્યાં કેમેરા આઇકોન દબાવો અને પકડી રાખો અને ઉપર સ્લાઇડ કરો.

પછી વીડિયો નોટ રેકોર્ડ કરો અને તેને તમે જે વ્યક્તિને મોકલવા માંગો છો તેને મોકલો. આ રીતે, તમે તમારા વીડિયો સંદેશને રેકોર્ડ કરી શકો છો અને તમારા પ્રિયજનો, મિત્રો અને સંબંધીઓને મોકલી શકો છો.