WhatsApp Plusના નવા ફીચર્સ જાણીને ચોંકી જશો, જાણો યુઝર્સને શું થશે ફાયદો

વોટ્સએપ તેના યુઝર્સ માટે ટૂંક સમયમાં 'WhatsApp Plus' નામનો પેઇડ સબસ્ક્રિપ્શન પ્લાન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જોકે, સામાન્ય યુઝર્સ માટે ફ્રી મેસેજિંગ અને કોલિંગની સુવિધા પહેલાની જેમ જ ચાલુ રહેશે. જાણો શું છે નવું...?

| Updated on: Mar 07, 2026 | 4:50 PM
1 / 5
લાંબા સમયની ચર્ચાઓ બાદ, વોટ્સએપ હવે તેના પ્રીમિયમ પ્લાન 'WhatsApp Plus' ને રોલઆઉટ કરવાની તૈયારી કરી રહ્યું છે. અત્યારે કંપની આ પ્લાન પર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ માટે કામ કરી રહી છે. આ પ્લાન સંપૂર્ણપણે વૈકલ્પિક (Optional) હશે, એટલે કે જે યુઝર્સને વધારાના ફીચર્સ જોઈએ છે તેઓ જ આ સબસ્ક્રિપ્શન લઈ શકશે. બાકીના યુઝર્સ માટે વોટ્સએપ પહેલાની જેમ જ ફ્રી રહેશે.

2 / 5
કયા એક્સ્ટ્રા ફીચર્સ મળવાની શક્યતા છે?: સબસ્ક્રિપ્શન પ્લાન લેનારા યુઝર્સને એપના અનુભવને વધુ બહેતર બનાવવા માટે ઘણા નવા વિકલ્પો મળશે: (01) વધુ ચેટ પિન કરવાની સુવિધા: હાલમાં વોટ્સએપ માત્ર 3 ચેટ પિન કરવાની મંજૂરી આપે છે, પરંતુ પેઇડ યુઝર્સ 20 જેટલી ચેટ પિન કરી શકશે. (02) એપ કસ્ટમાઇઝેશન: યુઝર્સને 14અલગ-અલગ એપ આઇકોન્સ, કલર બટન્સ અને ટેબ્સના કલર બદલવાની સુવિધા મળશે. (03) એક્સક્લુઝિવ કન્ટેન્ટ: આ પ્લાનમાં ખાસ સ્ટિકર્સ, કસ્ટમ રિંગટોન અને ઇન્ટરેક્ટિવ મેસેજ રિએક્શન્સ જેવા ફીચર્સ પણ સામેલ હોઈ શકે છે.

3 / 5
ફ્રી યુઝર્સ પર શું અસર પડશે?: વોટ્સએપે સ્પષ્ટ કર્યું છે કે એપની મુખ્ય કામગીરી (Core Functionality) માં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. મેસેજિંગ, ઓડિયો-વિડિયો કોલિંગ અને મીડિયા શેરિંગ જેવી મૂળભૂત સુવિધાઓ તમામ યુઝર્સ માટે મફત રહેશે. સબસ્ક્રિપ્શન પ્લાન માત્ર એવા લોકો માટે છે જેઓ પ્રોફેશનલ અથવા પર્સનલ ઉપયોગ માટે વધુ કસ્ટમાઇઝેશન ઈચ્છે છે.

4 / 5
ક્યારે થશે લોન્ચ અને શું હશે કિંમત?: કંપનીએ હજુ સુધી આ પ્લાનની સત્તાવાર કિંમત કે લોન્ચિંગ તારીખ જાહેર કરી નથી. પરંતુ રિપોર્ટ્સ અનુસાર, આગામી થોડા દિવસોમાં તેને વૈશ્વિક સ્તરે લોન્ચ કરવામાં આવી શકે છે. યુઝર્સના ફીડબેકના આધારે ભવિષ્યમાં આ પ્લાનમાં વધુ નવા ફીચર્સ પણ ઉમેરાઈ શકે છે.

5 / 5
નોટિફિકેશન વેઇટલિસ્ટ શરૂ કરવામાં આવ્યું: વોટ્સએપ અત્યારે આ ફીચરનું ટેસ્ટિંગ કરી રહ્યું છે અને કંપનીએ 'નોટિફિકેશન વેઇટલિસ્ટ' (Notification Waitlist) ની સુવિધા શરૂ કરી છે. જે યુઝર્સ આ લિસ્ટમાં જોડાશે, તેમને પ્રીમિયમ પ્લાન ઉપલબ્ધ થતાની સાથે જ નોટિફાય કરવામાં આવશે.