
અહેવાલ મુજબ Android 2.25.5.19 માટે નવીનતમ WhatsApp બીટામાં એક Privacy વિભાગ છે જે ટૂંક સમયમાં વપરાશકર્તાઓને તેમની પ્રોફાઇલ લિંક કોણ જોઈ શકે છે તેની મંજૂરી આપશે. આ નવો વિભાગ ચાર વિકલ્પો આપશે 'Everyone', 'My contacts', 'My contacts except' અને 'Nobody'. આ લાસ્ટ સીન, ડિસ્પ્લે પિક્ચર અને રીડ રિસિપ્ટ્સ જેવી જ સુવિધાઓ પણ છે. WhatsApp આ વિકલ્પોના વપરાશકર્તાઓને વધુ નિયંત્રણ આપવા માંગે છે.

જે યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર તેમની પહોંચ વધારવા માંગે છે તેઓ એવરીવન વિકલ્પ પસંદ કરી શકે છે અને તેમના એકાઉન્ટને WhatsApp સાથે લિંક કરી શકે છે. આનાથી તેમની પ્રોફાઇલ કોન્ટેક્ટ્સ અને એવા લોકો માટે પણ દેખાઈ જશે જેમનો નંબર તેમના ફોનમાં સેવ નહીં હોય.

તેવી જ રીતે, જો યુઝર્સ ઇચ્છે તો, તેઓ તેમની સોશિયલ મીડિયા લિંકને ફક્ત તેમના કોન્ટેક્સમાં દેખાય તે રીતે પણ કરી શકે છે જે માટે My contactsનું ઓપ્શન હશે . એ જ રીતે, જે યુઝર્સ તેમની સોશિયલ મીડિયા અમુક જ લોકોને બતાવવા માગે છે તેઓ My contacts except વિકલ્પ પસંદ કરી શકે છે.

જો કે, મેટાએ આ સુવિધાની હાલ કોઈ જાણકારી આપી નથી તેમજ આ ફીચર ક્યારે આવશે તે અંગે પણ કોઈ માહિતી મળી નથી. પરંતુ, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે આગામી અપડેટ્સમાં દરેક માટે રિલીઝ કરવામાં આવશે.
Published On - 10:26 am, Sun, 2 March 25