
લેન્સની સાઈઝ : સનગ્લાસના લેન્સની સાઈઝ તમારી આંખો પ્રમાણે હોવી જોઈએ. એવી ફ્રેમ પસંદ કરશો નહીં જે ખૂબ ટાઈટ અથવા ઢીલી હોય.

દેખાવ પર પણ ધ્યાન આપો : સનગ્લાસ ખરીદતી વખતે તમારે તેના પર ધ્યાન આપવું જોઈએ કે તે તમારા પર કેવા લાગે છે. ચહેરાના આકાર પ્રમાણે સનગ્લાસ પસંદ કરવા જોઈએ.

ડૉક્ટરની સલાહ લો : જો તમને તમારી આંખોમાં કોઈ સમસ્યા હોય તો ડૉક્ટરની સલાહ લીધા વિના સનગ્લાસ પહેરવાની ભૂલ ન કરો.

સનગ્લાસ પહેરાતા પહેલા આ વાતોનું ધ્યાન રાખો : (1)સનગ્લાસ પહેરતા પહેલા હંમેશા સાફ કરો, ગંદા ચશ્મા તમારી આંખોને નુકસાન પહોંચાડી શકે છે. (2)કારમાં કે સીધા સૂર્યપ્રકાશમાં સનગ્લાસ ન રાખો. (3) જો તમને સનગ્લાસ પહેર્યા પછી કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે, તો તરત જ તમારા ડૉક્ટરનો સંપર્ક કરો.