
લક્ષણો : કૂતરુ કરડ્યું હોય તો આ પ્રમાણેના લક્ષણો જોવા મળે છે. વારંવાર તાવ આવવો, ભૂખ ન લાગવી, ઉબકા આવવા, ઝાડા, વહેતું નાક, ખૂબ છીંક આવવી, હાથ અને પગમાં સોજો, કોઈને જોઈને ઈર્ષ્યા અનુભવવી, પાણીથી ડરવું વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.

આ ધ્યાનમાં રાખો : કૂતરુ કરડ્યું હોય તે ઘા શક્ય તેટલી વહેલી તકે સાફ કરો. પાણી લગાવતા ડરશો નહીં. આ ઘાને એન્ટિસેપ્ટિક સાબુ અને સ્વચ્છ પાણીથી 10 થી 15 મિનિટ સુધી ધોઈ લો. ઘા સાફ કર્યા પછી તેના પર એન્ટિસેપ્ટિક લગાવો. રક્તસ્ત્રાવ હવે ઓછો થઈ ગયો હશે. પરંતુ જો આવું ન થયું હોય તો પાટો બાંધીને રક્તસ્ત્રાવ બંધ કરો. હવે તરત જ ડૉક્ટર પાસે જાઓ.