
બિહાર વિધાનસભાની ચૂંટણી 2025નું પરિણામ આજે સ્પષ્ટ થઈ જશે એટલે કે, આજે કઈ પાર્ટીના નેતૃત્વમાં સરકાર બનશે. તે નક્કી થશે. પરંતુ શું તમે જાણો છો કે, બિહારના સીએમને કેટલો પગાર મળે છે.

દરેક રાજ્યના મુખ્યમંત્રીઓને અલગ અલગ-પગાર મળે છે. આ માટે કોઈ નિશ્ચિત રકમ નક્કી હોતી નથી. જો બિહારના મુખ્યમંત્રીના પગારની આપણે વાત કરીએ તો. નીતિશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને તેને દર મહિને 2.15 લાખ રુપિયાનો પગાર મળે છે.

સીએમના પગારની સ્ટ્રક્ચરની આપણે વાત કરીએ તો. આ રકમ સીએમના બેસિક-પે સિવાય એચઆરએ સહિત અન્ય ભઠ્ઠું સામેલ હોય છે.મુખ્યમંત્રીને લક્ઝરી કાર, સરકારી બંગલા રહેવા માટે મળે છે. તેમજ તેનો ટેલિફોન અને ઈન્ટરનેટનો ખર્ચો પણ સરકાર ઉઠાવે છે.

આ સિવાય સીએમ દેશમાં કોઈ પણ પ્રવાસ કરે છે તો તે ફ્રીમાં હોય છે. સાથે તેના પરિવારને ફ્રી મેડિકલ સુવિધાઓ પણ આપવામાં આવે છે. મુખ્યમંત્રીની સેફ્ટી હાઈલેવલની હોય છે. તેમને ઝેડ કે પછી ઝેડ પ્લસ કેટેગરીની સુવિધા આપવામાં આવે છે. (ALL PHOTO : PTI)