રોજ સવારે કેટલા વાગે ઊઠવું જોઈએ? જાણો તમારી ઉંમર પ્રમાણેનો ‘સાચો સમય’, જે તમને ક્યારેય બીમાર નહીં પડવા દે

તમે કદાચ પૂરતી ઊંઘ લેતા હશો પણ શું તમે 'સાચા' સમયે જાગો છો? વિજ્ઞાન અને આયુર્વેદના મતે, સવારે મોડા ઉઠવાની તમારી એક નાનકડી ભૂલ અજાણતા જ તમારા શરીરને બીમારીઓનું ઘર બનાવી રહી છે.

| Updated on: May 09, 2026 | 6:51 PM
1 / 5
સ્વસ્થ રહેવા માટે દરરોજ 7 થી 8 કલાકની ઊંઘ લેવી જરૂરી માનવામાં આવે છે. પૂરતી ઊંઘ લેવાથી બીમારીઓ દૂર રહે છે. પહેલાના જમાનામાં ઘરના વડીલો કહેતા હતા કે, "વહેલા ઉઠો" પરંતુ આજની ભાગદોડ ભરેલી જિંદગી અને 'નાઈટ આઉટ' કલ્ચરે આ વ્યાખ્યા બદલી નાખી છે.

2 / 5
વિજ્ઞાન અને આયુર્વેદ બંનેનું માનવું છે કે, ઉઠવાનો એક 'સાચો સમય' હોય છે, જેને નજરઅંદાજ કરવો લાંબાગાળે ભારે પડી શકે છે. સમયસર ન સૂવા અને સમયસર ન જાગવાને કારણે લોકો બીમારીઓની લપેટમાં આવી રહ્યા છે. ઘણા લોકોને આજે પણ સવારે ઉઠવાનો સાચો સમય ખબર નથી.

3 / 5
આયુર્વેદ અનુસાર, સૂર્યોદયના લગભગ 1 કલાક 36 મિનિટ પહેલાનો સમય 'બ્રહ્મ મુહૂર્ત' કહેવાય છે. સામાન્ય રીતે આ સમય સવારે 4:00 થી 5:30 વચ્ચે હોય છે. આ સમયે ઉઠવાથી શરીરમાં 'વાત'નો યોગ્ય સંચાર થાય છે, જે ઊર્જા અને ઉત્સાહ આપે છે. આ સમયે વાતાવરણમાં ઓઝોનનું પ્રમાણ વધુ હોય છે, જે ફેફસાં અને મગજ માટે અમૃત સમાન માનવામાં આવે છે. આ સમય ધ્યાન, અભ્યાસ અને સર્જનાત્મક કાર્યો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

4 / 5
વિજ્ઞાન કહે છે કે, આપણા શરીરની અંદર એક જૈવિક ઘડિયાળ હોય છે, જે પ્રકાશ અને અંધકાર સાથે ચાલે છે. તેને 'સર્કેડિયન રિધમ' કહેવામાં આવે છે. સવારે 6:00 થી 8:30 ની વચ્ચે શરીરમાં 'કોર્ટિસોલ'નું સ્તર વધવા લાગે છે. જો તમે આ સમયનો ઉપયોગ નથી કરતા અને 9 કે 10 વાગ્યા સુધી સૂતા રહો છો, તો તમે આખો દિવસ સુસ્તી અનુભવશો. બીજું કે, સૂર્યના પ્રથમ કિરણો જેમ જ તમારી આંખો સુધી પહોંચે છે, ત્યારે ઊંઘ લાવનાર હોર્મોન 'મેલાટોનિન' ઘટવા લાગે છે. વિજ્ઞાન અનુસાર, સૂર્યોદય સાથે અથવા તેનાથી થોડા સમય પહેલા ઊઠવું શરીરને સક્રિય રાખે છે.

5 / 5
ઉંમરના હિસાબે ઊંઘની જરૂરિયાત અને જાગવાના યોગ્ય સમય વિશેની આ જાણકારી મુજબ, અલગ-અલગ વયજૂથ માટે માપદંડો નક્કી કરવામાં આવ્યા છે. 6 થી 13 વર્ષના બાળકો માટે 9-11 કલાકની ઊંઘ જરૂરી છે અને તેમના માટે સવારે 6:00 થી 7:00 વાગ્યે ઉઠવું શ્રેષ્ઠ છે. 18 થી 25 વર્ષના યુવાનોએ 7-9 કલાકની ઊંઘ લેવી જોઈએ અને સવારે 5:30 થી 6:30 ની વચ્ચે જાગવું તેમના માટે વધુ સારું છે. વર્કિંગ પ્રોફેશનલ્સ માટે 7-8 કલાકની ઊંઘ પૂરતી માનવામાં આવે છે અને તેમના જાગવાનો સમય સવારે 5:00 થી 6:00 વાગ્યાનો છે, જ્યારે 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો માટે પણ 7-8 કલાકની ઊંઘ જરૂરી છે પરંતુ તેમને સવારે 5:00 વાગ્યા પહેલા ઉઠવાની સલાહ આપવામાં આવી છે.

Published On - 6:46 pm, Sat, 9 May 26

Follow Us