NIA, NSG અને FSL વચ્ચે શું તફાવત છે અને આ ત્રણેય એજન્સીઓનું કામ શું છે ?
20મી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. આ ઘટનાની તપાસ માટે FSLથી લઈને NSGની ટીમ જોડાઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે NSG, NIA અને FSLનું કામ શું હોય છે અને તેમના વચ્ચે શું તફાવત છે.
1 / 6
20મી ઓક્ટોબરે દિલ્હીના રોહિણી પ્રશાંત વિહાર વિસ્તારમાં CRPF સ્કૂલ પાસે જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. જો કે આ બ્લાસ્ટમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ દેશની રાજધાનીમાં વિસ્ફોટને સુરક્ષાની દૃષ્ટિએ મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે.
2 / 6
આ ઘટનાની તપાસ માટે FSLથી લઈને NSGની ટીમ જોડાઈ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે NSG, NIA અને FSLનું કામ શું હોય છે અને તેમના વચ્ચે શું તફાવત છે.
3 / 6
NIA : 2008ના મુંબઈ હુમલા પછી ભારત સરકારે રાષ્ટ્રીય તપાસ એજન્સી એટલે કે NIAની રચના કરી. ભારતમાં આતંકવાદી ગતિવિધિઓની તપાસ માટે ભારત સરકારે એક અલગ એજન્સીની રચના કરી હતી. NIA એ ભારતની મુખ્ય એજન્સી છે જે આતંકવાદ અને રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત તમામ ગુનાઓની તપાસ કરે છે.
4 / 6
NSG : વર્ષ 1984માં જ્યારે ભારતના તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા કરવામાં આવી હતી. તે પછી જ સરકારે એક વિશેષ સુરક્ષા જૂથ એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડની સ્થાપના કરી હતી.
5 / 6
NSG એક ખાસ પ્રકારનું સુરક્ષા દળ છે. જેનો ઉપયોગ આતંકવાદ વિરોધી કામગીરી અથવા કોઈપણ હાઈપ્રોફાઈલ સુરક્ષા મિશન માટે થાય છે. તેમને બ્લેક કેટ કમાન્ડો પણ કહેવામાં આવે છે.
6 / 6
FSL : ભારતમાં પ્રથમ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની સ્થાપના પશ્ચિમ બંગાળના કોલકાતામાં વર્ષ 1952માં કરવામાં આવી હતી. હાલમાં ભારતમાં કુલ 7 ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીઓ છે. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાયન્ટિફિક પદ્ધતિથી ગુનાઓની તપાસ કરે છે અને પુરાવા એકત્રિત કરે છે અને તેની તપાસ કરે છે. આ સિવાય તે ક્રાઈમ સીન પરથી ફિંગરપ્રિન્ટ્સ અને દસ્તાવેજોની પણ તપાસ કરે છે.