
ઉપર જણાવ્યા મુજબ, લાબુબુ ડોલ દેખાવમાં અનોખી અને વિચિત્ર રીતે સુંદર છે. મર્યાદિત આવૃત્તિ ઢીંગલી હોવાથી તેનું મૂલ્ય વધી જાય છે.

K-Pop સ્ટાર Lisa (Blackpink) એ પણ સોશિયલ મીડિયા પર લાબુબુ ડોલ સાથેનો એક ફોટો શેર કર્યો, જેના પછી ઘણી મોટી આંતરરાષ્ટ્રીય હસ્તીઓ આ ટ્રેન્ડનો ભાગ બની ગઈ છે. રિહાનાથી લઈને દુઆ લિપા અને બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે સુધી આ ડોલ સાથે જોવા મળી છે. આવી સ્થિતિમાં, લાબુબુ ડોલ એક નવો ફેશન ટ્રેન્ડ બની ગઇ છે.

તાજેતરમાં, બેઇજિંગમાં 131 સેમી લાંબી લાબુબુ ડોલ 1.08 મિલિયન યુઆન એટલે કે લગભગ 1.2 કરોડ રૂપિયામાં હરાજી કરવામાં આવી હતી. એટલું જ નહીં, તેના નાના વર્ઝન પણ લાખોમાં વેચાઈ રહ્યા છે.