
એન્ટિલિયાનો દરેક ખૂણો શાહી ઝલક રજૂ કરે છે અને તેનો દરેક ખૂણો વૈભવી છે.

મુકેશ અંબાણી તેમના આખા પરિવાર સાથે આ એન્ટિલિયામાં રહે છે અને તેમાં અલગ અલગ માળ છે. ઘરના હોલમાં ભવ્ય સોફાથી લઈને ડિઝાઈનર વસ્તુઓ મુકેલી છે બેડરુમ પણ રાજા મહરાજા જેવો ભવ્ય છે

અહીં તમને જણાવી દઈએ કે એન્ટિલિયાને શિકાગો સ્થિત આર્કિટેક્ટ 'પાર્કિન્સ' દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે અને તેમાં 3 હેલિપેડની સુવિધા છે.

ઘરના પહેલા 6 માળ ફક્ત પાર્કિંગ માટે બનાવવામાં આવ્યા છે અને તેમાં એક સાથે લગભગ 160 કાર પાર્ક કરી શકાય છે.

આ ઉપરાંત, એન્ટિલિયામાં પાર્કિંગની ઉપરના ફ્લોર પર 50 સીટર સિનેમા હોલ અને તેની ઉપર એક આઉટડોર ગાર્ડન પણ છે.