
જે લોકોને ત્વચાને લઈ કોઈ બીમારી છે, તો તેઓએ થોડી સાવચેતી રાખવી જરુરી છે. આવી સમસ્યા ધરાવતા લોકોએ ગરમ કે વધારે ગરમ પાણીના ઉપયોગથી બચવુ જરુરી છે. જે તમારી મુશ્કેલી વધારી પણ શકે છે. જોકે આ માટે તબીબની સલાહ આવશ્યક છે. આમ પણ સામાન્ય રીતે નહાવા માટે વધારે ગરમ પાણી પણ નુક્સાનકારક જ હોય છે.

ઠંડા પાણીથી શિયાળામાં નહાનારા લોકોની વાતો સાંભળીને જરુર આશ્ચર્ય સર્જાતુ હશે. જે લોકોને ઈમ્યૂનિટી મજબૂત હોય છે અને જેમને શરદી જેવી સમસ્યા નથી રહેતી હોતી એવા લોકો માટે ઠંડું પાણી પણ નહાવા માટે યોગ્ય જ છે. ઠંડુ પાણી ઉપયોગમાં લેવુ પોતાની હેલ્થ પર આધાર રાખે છે.

જમ્યા બાદ તુરંત નહાવાને લઈ આ વાત ધ્યાને રાખવી જરુરી છે. સ્નાન કર્યા બાદ જમવુ એ સારી આદત છે. જમ્યા બાદ સ્નાન કરવાથી પાચન પ્રક્રિયા બગડી શકે છે. જોઈન્ટ પીડા સહિતની સમસ્યાઓ પણ સામે આવી શકે છે. આમ સ્નાન કરવુ જરુરી જણાય તો જમ્યા બાદ ઓછામાં ઓછા બાદ બે કલાકનો સમય રાખવો જરુરી છે. જમવા બાદ એક્સરસાઈઝ પણ કરવુ પણ હિતાવહ નથી.