
કેટરિંગ બિઝનેસ માટે જરૂરી દસ્તાવેજોમાં પાન કાર્ડ, આધાર કાર્ડ, દુકાન લાઇસન્સ (Shop & Establishment License), FSSAI લાઇસન્સ અને GST નંબરની જરૂર પડે છે.

સાધનસામગ્રીની વાત કરીએ તો, રાંધવા માટે મોટા વાસણો, ગેસ-ચુલો, પાણી ગરમ કરવા માટે મશીન, ટેબલવેર અને રસોઈ ગરમ રાખવા માટે ખાસ ડબ્બાની જરૂર પડે છે.

સ્ટાફમાં એક સારો રસોઇયો, વેઈટરો, સફાઈ માટે માણસ અને ડ્રાઈવરની જરૂર પડશે. માર્કેટિંગ માટે Instagram, Facebook અને WhatsApp પર પેજ બનાવો, ફૂડના ફોટા નાખો અને રિવ્યૂ શેર કરો. આ સિવાય 'Influencers'ને બોલાવી કેટરિંગ સર્વિસને ફેમસ કરી દો.

જો તમે નવા છો, તો પહેલા કોઈ કેટરિંગ સર્વિસ સાથે જોડાઈ જાઓ અને ટ્રેનિંગ લો. ત્યારબાદ કેટરિંગના નાના-નાના ઓર્ડર લઈને બિઝનેસની શરૂઆત કરો. આ બિઝનેસ થકી તમે ટિફિન સર્વિસ પણ શરૂ કરી શકો છો.

YouTube પર કેટરિંગ સર્વિસને લગતા ઘણા વીડિયો છે કે જે તમને કેટરિંગના બિઝનેસને લઈને માર્ગદર્શન આપશે. હંમેશા હાઈજીન જાળવી રાખો, મેનુ અપડેટ કરો અને ફીડબેકના આધારે સુધારાઓ કરી ગ્રાહકનો વિશ્વાસ જીતી લો.

જો તમને રસોઈનો શોખ છે અને તમારી રસોઈ લોકોના દિલ સુધી પહોંચતી હોય, તો કેટરિંગનો બિઝનેસ તમારા માટે જ છે. આ બિઝનેસ થકી તમે નફાની સાથે-સાથે નામ પણ કમાઈ શકો છો.