
કાબેવાએ ત્રણ વર્ષની ઉંમરે કોચ માર્ગારીતા સમુઇલોવના સાથે જિમ્નેસ્ટિક્સ શરૂ કર્યું.સાત વર્ષની ઉંમરે, તેની માતા તેને તાશ્કંદના એક ક્લબમાં લઈ ગઈ, જ્યાં તેને વજનને કારણે તેને દૂર કરવામાં આવી.1993માં, તેમણે જાપાનમાં એક આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં કઝાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું હતુ.

વીકીપીડિયા અનુસાર એપ્રિલ 2008માં મોસ્કોવ્સ્કી કોરસ્પોન્ડન્ટે અહેવાલ આપ્યો કે, કાબેવાએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે સગાઈ કરી હતી.આ વાતને નકારી કાઢવામાં આવી હતી અને અખબાર બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારથી બંન્નના સંબંધોને લઈ ખુબ ચર્ચાઓ થઈ રહી છે.

એવી પણ ચર્ચાઓ થઈ હતી કે, કાબેવા 3 બાળકોની માતા છે.જોકે, સ્વિસ અખબાર સોન્ટાગ્સઝેઇટુંગે 2022માં અહેવાલ આપ્યો હતો કે રશિયન મૂળના સ્વિસ ગાયનેકોલોજિસ્ટે બાળકોના જન્મોમાં મદદ કરી હતી, જેમાં જણાવાયું હતું કે 2015માં પહેલો જન્મ એક છોકરાનો હતો અને બીજો 2019માં બીજા છોકરાનો જન્મ થયો હતો, અને બંને પુતિનના પુત્રો હતા.