
Vivo T5x 5G Launch: આ Vivo T5x 5G ફોન આજે બપોરે 12 વાગ્યે ગ્રાહકો માટે લોન્ચ કરવામાં આવશે. લોન્ચ પછી, ફોન કંપનીની વેબસાઇટ ઉપરાંત ફ્લિપકાર્ટ પર પણ વેચવામાં આવશે. (ફોટો: google)

Vivo T5x 5G specifications : આ ફોનમાં સ્પીડ અને મલ્ટીટાસ્કિંગ માટે MediaTek Dimensity 7400 ટર્બો પ્રોસેસર હશે. 7200mAh બેટરી અને રિવર્સ ચાર્જિંગ સપોર્ટ પણ આપવામાં આવશે. મળતી માહિતી મુજબ આ હેન્ડસેટની કિંમત રૂપિયા 15,999 થી રૂપિયા 20,000 ની વચ્ચે હોઈ શકે છે. (ફોટો: google)

Poco X8 Pro 5G specifications : MediaTek Dimensity 8500 Ultra પ્રોસેસર ઉપરાંત, આ હેન્ડસેટમાં 6500mAh બેટરી, 100W ચાર્જિંગ સપોર્ટ અને ડ્યુઅલ રીઅર કેમેરા પણ હશે. PassionateGeekz (X એકાઉન્ટ) અનુસાર, ફોનની કિંમત રૂપિયા 33,999 થી રૂપિયા 37,999 ની વચ્ચે હોઈ શકે છે. (ફોટો: google)

પોકો X8 પ્રો મેક્સ 5G specifications : પ્રો મેક્સમાં મેક્સ જેવી જ સુવિધાઓ હશે. તેમાં 24GB સુધીની રેમ, 9000mAh બેટરી, મીડિયાટેક ડાયમેન્સિટી 9500s પ્રોસેસર, 100W ચાર્જિંગ, આઇસ લૂપ કૂલિંગ ચેમ્બર અને ડ્યુઅલ રીઅર કેમેરા હશે. (ફોટો: google)

Poco X8 Pro Max 5G ની Price (લીક): PassionateGeekz (X એકાઉન્ટ) એકાઉન્ટ મુજબ, આ ડિવાઇસની કિંમત રૂપિયા 41,999 થી શરૂ થશે અને આ હેન્ડસેટના ટોપ વેરિઅન્ટની કિંમત રૂપિયા 45,999 સુધી હોઈ શકે છે. (ફોટો- google)
Published On - 3:51 pm, Tue, 17 March 26