Vishnu Puran : વિષ્ણુ પુરાણની 6 આગાહીઓ એવી કે જે કળિયુગમાં તમને કંપાવી નાખશે

દરેક યુગમાં કોઈને કોઈ ખાસ ઘટના બનતી હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો, ત્રેતાયુગમાં ભગવાન રામનું જીવન તે યુગની ઓળખ છે. બીજીબાજુ દ્વાપરયુગ મહાભારત માટે જાણીતો છે. હવે દ્વાપરયુગ પછી વાત કળિયુગની કરવામાં આવી રહી છે.

| Updated on: Jun 13, 2025 | 7:59 PM
1 / 8
વિષ્ણુ પુરાણ, મહાભારત અને અન્ય પૌરાણિક કથાઓમાં કળિયુગને 'કલિકાલ' કહેવામાં આવી રહ્યો છે. વિષ્ણુ પુરાણમાં કળિયુગ સંબંધિત ઘણી આગાહીઓ કરવામાં આવી છે. વિષ્ણુ પુરાણમાં આપવામાં આવેલી કળિયુગની આગાહીઓ એવી છે કે, જો તે સાચી પડે તો સમગ્ર વિશ્વમાં અરાજકતા ફેલાઈ શકે છે.

2 / 8
વિષ્ણુ પુરાણમાં કળિયુગ વિશે ઘણી ભવિષ્યવાણીઓ કરવામાં આવી છે. વિષ્ણુ પુરાણની આગાહી મુજબ કળિયુગમાં મનુષ્યની ઉંમર ઘટતી જશે. કળિયુગમાં મનુષ્યની હાઈટ પણ ઘટી જશે. તો ચાલો જાણીએ, વિષ્ણુ પુરાણમાં શું-શું ભવિષ્યવાણી કરવામાં આવી છે.

3 / 8
વિષ્ણુ પુરાણની આગાહી મુજબ, કળિયુગમાં જે પુરુષ બળવાન હશે તેને જ બધાનો ગુરુ કહેવામાં આવશે. ટૂંકમાં કહીએ તો ધન, શારીરિક શક્તિ અને પ્રસિદ્ધિ મેળવનાર પુરુષને જ મજબૂત માનવામાં આવશે. આવા બળવાન પુરુષને બધા કુળોમાં શ્રેષ્ઠ માનવામાં આવશે અને કોઈપણ કુળની છોકરી સાથે તે લગ્ન કરી શકશે.

4 / 8
વિષ્ણુ પુરાણની આગાહી મુજબ, 12 વર્ષની ઉંમરે જ માણસોમાં સફેદ વાળ આવવા લાગશે. 20 વર્ષની ઉંમર સુધીમાં લોકો અનેક રોગોથી ઘેરાયેલા રહેશે, જેના કારણે તેમની ઉંમર 20 વર્ષથી વધુ નહીં રહે અને તેઓ થોડા સમયમાં મૃત્યુ પામશે.

5 / 8
મહાભારત અનુસાર, ભીષ્મ પિતામહ 150 વર્ષથી વધુ જીવ્યા હતા અને શ્રી કૃષ્ણ લગભગ 125 વર્ષ જેટલું જીવ્યા હતા. રામાયણ અનુસાર, ભગવાન રામે 100 વર્ષથી વધુ સમય સુધી અયોધ્યા પર શાસન કર્યું હતું. હવે જો આપણે કળિયુગની વાત કરીએ તો, વિષ્ણુ પુરાણ અનુસાર કળિયુગના અંતમાં વ્યક્તિની સરેરાશ આયુ ફક્ત 12 થી 20 વર્ષ જેટલી હશે.

6 / 8
વિષ્ણુ પુરાણ અનુસાર કળિયુગના અંતમાં મનુષ્યની આંખોની રચનામાં મોટો ફેરફાર જોવા મળી શકે છે. વિષ્ણુ પુરાણ અનુસાર, મનુષ્યની આંખો નાની થતી જશે અને નબળી પડી જશે. લોકો એકબીજાને યોગ્ય રીતે જોઈ શકશે નહીં. આંખોની દૃષ્ટિમાં ઘટાડો થવો એ ભવિષ્યમાં મોટી સમસ્યા બની શકે છે.

7 / 8
વિષ્ણુ પુરાણની ભવિષ્યવાણી મુજબ જ્યારે કળિયુગ તેની ચરમસીમા પર હશે, ત્યારે મનુષ્યની સરેરાશ ઊંચાઈ ઘણી ઓછી થશે. હાલમાં મનુષ્યની સરેરાશ ઊંચાઈ 5.5 ફૂટથી 6 ફૂટની વચ્ચે છે પરંતુ કળિયુગમાં ઊંચાઈ ઘટીને ફક્ત 4 ઇંચ થઈ જશે. સરળ શબ્દોમાં કહીએ તો, જેમ જેમ કળિયુગ તેના અંત તરફ આગળ વધશે, તેમ તેમ મનુષ્યની ઊંચાઈ ઘટવા લાગશે.

8 / 8
કળિયુગમાં મનુષ્યની ઉંમર ઘટવા લાગશે અને બાળકો પેદા કરવાની ઉંમરમાં પણ ઘટાડો જોવા મળશે. 6-7 વર્ષની છોકરીઓ 8-9 વર્ષના છોકરાઓ સાથે બાળકો પેદા કરશે. ટૂંકમાં જોઈએ તો, ધીમે ધીમે કુદરતના નિયમોમાં પણ ફેરફાર થશે.