
પ્રદેશથી લઇ કેન્દ્રીય સંગઠન અને સરકારમાં તેઓ ગુડ બુકમાં રહ્યા છે. સરહદી જીલ્લામાં ભાજપના સાંસદ તરીકે બે ટર્મથી પ્રતિનિધિત્વ કરતા સાંસદ વિનોદ ચાવડાએ એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે.

કચ્છ જીલ્લા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન તરીકે તેઓ રહ્યા હતા અને ત્યાર બાદ બે ટર્મથી તેઓ કચ્છના સાંસદ તરીકે ચુંટાતા આવ્યા છે. મુળ તેમનું ગામ કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા છે. જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.
Published On - 9:18 pm, Thu, 14 March 24