કચ્છના ગાંધીધામ ખાતે રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ વાઈબ્રન્ટ ગુજરાત, વાઈબ્રન્ટ કચ્છ સમિટનો પ્રારંભ કરાવ્યો. આ કાર્યક્રમનું આયોજન કચ્છ જિલ્લા વહીવટી તંત્ર અને ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું છે. જેમાં કચ્છની વિવિધ ઇન્ડસ્ટ્રીઝે પણ ભાગ લીધો છે.