1 ફેબ્રુઆરીથી બદલાશે નસીબ ! શુક્રના ઉદય સાથે આ રાશિઓને મળશે રાજયોગ

શુક્ર ગ્રહ 1 ફેબ્રુઆરીએ મકર રાશિમાં ફરી ઉદય પામશે. શુક્રના ઉદય સાથે અટકેલી શુભ પ્રવૃત્તિઓને નવી ગતિ મળશે. જ્યોતિષ અનુસાર, મકર રાશિમાં શુક્રનો ઉદય ત્રણ ખાસ રાશિઓ માટે સુખદ અને લાભદાયી સંકેત લઈને આવે છે.

| Updated on: Jan 21, 2026 | 7:06 PM
1 / 5
ધન, વૈભવ અને આનંદનો પ્રતિક ગણાતો શુક્ર ગ્રહ  1 ફેબ્રુઆરીએ  મકર રાશિમાં ફરી ઉદય પામશે. શુક્રના ઉદય સાથે અટકેલી શુભ પ્રવૃત્તિઓ ફરી ગતિ પકડશે. જ્યોતિષ માન્યતાઓ મુજબ, શુક્રનું આ ઉદય ત્રણ વિશેષ રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થવાનું છે. શુક્ર સક્રિય થતાં જ આ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે તેમજ કારકિર્દીમાં મોટી સફળતા અને પ્રગતિના સંકેત મળશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ.

2 / 5
જ્યોતિષ માન્યતાઓ મુજબ, શુક્રનું આ ઉદય ત્રણ વિશેષ રાશિઓ માટે અત્યંત લાભદાયી સાબિત થવાનું છે. શુક્ર સક્રિય થતાં જ આ રાશિના જાતકોને નાણાકીય ક્ષેત્રે તેમજ કારકિર્દીમાં મોટી સફળતા અને પ્રગતિના સંકેત મળશે. ચાલો જાણીએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ. (Credits: - Canva)

3 / 5
શુક્ર ગ્રહના ઉદયથી મિથુન રાશિના જાતકો માટે સકારાત્મક સમયની શરૂઆત થશે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે અને વ્યક્તિત્વમાં વધુ આકર્ષણ દેખાશે. સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા વધવાની સંભાવના છે. નવી ઓળખાણો ભવિષ્યમાં લાભદાયી સાબિત થશે. જમીન, દુકાન કે મકાનની લાંબા સમયથી ચાલી રહેલી શોધ હવે પૂર્ણ થવાની શક્યતા છે. પરિવાર સાથે આનંદભર્યા ક્ષણો પસાર કરવા માટે સમય મળશે. વૈવાહિક જીવનમાં સુખ-શાંતિ રહેશે અને અવિવાહિત લોકોને જીવનસાથી મળવાની સારી શક્યતા ઉભી થશે.

4 / 5
શુક્ર ગ્રહ લગ્ન ભાવમાં ઉદય પામતાં મકર રાશિના જાતકોમાં આત્મવિશ્વાસ અને આત્મબળમાં નોંધપાત્ર વધારો જોવા મળશે. કારકિર્દીમાં પ્રગતિ માટે આકર્ષક તકઓ અને સારી ઓફરો મળી શકે છે. બીજી તરફ, મકર રાશિના લોકો માટે આ સમય ઓછા પ્રયાસમાં વધુ લાભ અપાવનારો સાબિત થઈ શકે છે. વંશપરંપરાગત મિલકત અથવા ભૂતકાળના રોકાણમાંથી મોટો ફાયદો મળવાની સંભાવના છે. સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે, પારિવારિક સંબંધો વધુ મજબૂત બનશે અને ઘરમાં સુખદ તથા હકારાત્મક વાતાવરણ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે આંતરિક શાંતિ અને સંતોષનો અનુભવ કરશો.

5 / 5
શુક્રના ઉદયથી તુલા રાશિના લોકો માટે શુભ સમય શરૂ થવાનો સંકેત મળે છે. આ દરમિયાન સુખ-સગવડો અને ભૌતિક સુવિધાઓમાં વધારો થવાની સંભાવના છે. વાહન અથવા મિલકત ખરીદવાના યોગ બની શકે છે. વ્યવસાયમાં ભાગીદારીથી તથા મોટા કરારોથી લાભ મળવાની શક્યતા છે. જમીન અથવા પ્રોપર્ટી સંબંધિત લાંબા સમયથી ચાલતા પ્રશ્નો તમારા હિતમાં ઉકેલાઈ શકે છે. માતા-પિતાની સાથે આનંદદાયક સમય વિતાવવાની તક મળશે અને પરિવાર તમારા નિર્ણયોમાં પૂરો વિશ્વાસ રાખશે. આ સમયગાળા દરમિયાન તમે ધીરજપૂર્વક અને સમજદારીથી મહત્વપૂર્ણ નિર્ણય લેવા સક્ષમ રહેશો. ( નોંધ :ટીવી9 કોઈ પણ પ્રકારે અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતુ નથી. આ અહેવાલ માત્ર ધાર્મિક માન્યતા અને લોકોમાં પ્રચલિત માન્યતા, રીત રિવાજને આધારે રજૂ કરવામાં આવેલ છે. )