કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: વાહન સ્ક્રેપિંગમાંથી મળશે મોટી રાહત, જાણો કયા વાહનો માટે નિયમો હળવા કરાયા

જૂની ગાડીઓ હવે સ્ક્રેપ નહીં થાય? કેન્દ્ર સરકારના એક નવા પ્રસ્તાવથી કોમર્શિયલ વાહન માલિકોને મોટી રાહત મળવાની શક્યતા છે. જાણો કયા વાહનો રસ્તા પર 5 વર્ષ વધુ દોડી શકશે અને સરકારનો પ્લાન શું છે.

| Updated on: Aug 18, 2026 | 9:20 PM
1 / 9
દેશમાં પ્રદૂષણનું સ્તર ઘટાડવા અને મોટા શહેરોમાં સ્વચ્છ વાતાવરણ જાળવી રાખવા માટે કેન્દ્ર સરકાર સતત નવા પગલાં લઈ રહી છે. પર્યાવરણને અનુકૂળ ગ્રીન વાહનોને પ્રોત્સાહન આપવા અને કોમર્શિયલ વાહન માલિકોને રાહત આપવાના ઉદ્દેશથી કેન્દ્રના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે 'સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ રૂલ્સ 1989' માં સુધારા માટે નવો ડ્રાફ્ટ જારી કર્યો છે.

2 / 9
આ નવા પ્રસ્તાવ મુજબ સ્વચ્છ અને ગ્રીન ઈંધણ એટલે કે ઇલેક્ટ્રિક, હાઇડ્રોજન અને સીએનજી (CNG) થી ચાલતા વ્યવસાયિક (કોમર્શિયલ) વાહનોની નિર્ધારિત વયમર્યાદામાં 5 વર્ષનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારનું આ પગલું સ્ક્રેપિંગ પોલિસીને કારણે ચિંતિત ટ્રાન્સપોર્ટરો અને વાહન માલિકો માટે મોટી રાહત સમાન સાબિત થશે.

3 / 9
આ કોમર્શિયલ વાહનોની લાઇફ વધશે: સરકારી ડ્રાફ્ટ અનુસાર, મુખ્યત્વે નેશનલ પરમિટ સિસ્ટમ હેઠળ આવતા ગૂડ્ઝ કેરેજ (માલવાહક) વાહનોની માન્યતા વધારવામાં આવી રહી છે. વર્તમાન નિયમો મુજબ કોઈપણ મલ્ટી-એક્સલ કોમર્શિયલ વાહનને 15 વર્ષ અને અન્ય માલવાહક વાહનોને 12 વર્ષ પૂર્ણ થયા બાદ નેશનલ પરમિટ મળતી નથી અને તેને બદલવું પડતું હતું.

4 / 9
પરંતુ નવા ડ્રાફ્ટમાં બેટરીથી ચાલતા ઇલેક્ટ્રિક વાહનો, હાઇડ્રોજન ફ્યુઅલ વાહનો અને CNG/કુદરતી ગેસથી ચાલતા વાહનો માટે આ મર્યાદા 5 વર્ષ વધારવાનો પ્રસ્તાવ છે. એટલે કે હવે 12 વર્ષની મર્યાદા વાળા વાહનો 17 વર્ષ સુધી અને 15 વર્ષની મર્યાદા વાળા વાહનો 20 વર્ષ સુધી નેશનલ પરમિટ સાથે રસ્તાઓ પર સરળતાથી દોડી શકશે.

5 / 9
ગ્રીન મોબિલિટીને મળશે મોટું પ્રોત્સાહન: ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજનથી ચાલતા કોમર્શિયલ વાહનોની શરૂઆતની ખરીદ કિંમત ઘણી વધારે હોય છે. મોટું રોકાણ કર્યા પછી જો ટ્રાન્સપોર્ટરોને માત્ર 12 કે 15 વર્ષનો જ સમય મળે, તો તેમને પોતાનો ખર્ચ અને નફો વસૂલવામાં મુશ્કેલી પડતી હતી. વાહનની વયમર્યાદામાં 5 વર્ષનો વધારાનો સમય મળવાથી વાહન માલિકોને સારી કમાણી કરવાની તક મળશે. તેનાથી લોજિસ્ટિક્સ ક્ષેત્રને મોટી રાહત મળશે અને લોકો ડીઝલ-પેટ્રોલના બદલે સ્વચ્છ ઈંધણ અપનાવવા પ્રેરિત થશે.

6 / 9
5 વર્ષ માટે મળશે ઇલેક્ટ્રોનિક નેશનલ પરમિટ: આ નવા ડ્રાફ્ટમાં નેશનલ પરમિટ મેળવવાની પ્રક્રિયાને પણ સંપૂર્ણપણે ડિજિટલ અને સરળ બનાવવામાં આવી છે. અત્યાર સુધી વાહન માલિકોએ દર વર્ષે નેશનલ પરમિટ રિન્યૂ કરાવવી પડતી હતી, પરંતુ હવે તેમને એકસાથે 5 વર્ષ માટેની ઇલેક્ટ્રોનિક પરમિટ મેળવવાનો વિકલ્પ આપવામાં આવશે.

7 / 9
આ માટે વાર્ષિક ₹16,500 ના હિસાબે 5 વર્ષ માટે ₹82,500 ફી જમા કરીને એકસાથે પરમિટ મેળવી શકાશે. ફોર્મ 46 અને 47 દ્વારા સમગ્ર અરજી અને ફી પેમેન્ટ ઓનલાઇન થશે, જેથી વાહન માલિકોએ આરટીઓ (RTO) કચેરીના ધક્કા ખાવા નહીં પડે.

8 / 9
વાહન પોર્ટલ સાથે ડેટા જોડાશે: પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે 'વાહન પોર્ટલ' નો ઉપયોગ વધારવામાં આવી રહ્યો છે. નવા નિયમો હેઠળ ડીલરશીપ કોડ કે વાહન નંબર દાખલ કરતાં જ માલિકની વિગતો, જીએસટી નંબર, પાન કાર્ડ અને લોન એકાઉન્ટ જેવી તમામ વિગતો પોર્ટલ પર આપમેળે ફેચ થઈ જશે. આ ઉપરાંત બોડી વગરના નવા ચેસિસ માટે કામચલાઉ રજીસ્ટ્રેશનની માન્યતા પણ 6 મહિના નક્કી કરવાનો પ્રસ્તાવ છે.

9 / 9
માર્ગ પરિવહન મંત્રાલયે આ ડ્રાફ્ટ નોટિફિકેશન પર સામાન્ય જનતા, ઓટો નિષ્ણાતો અને હિતધારકો પાસેથી 30 દિવસની અંદર સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે. સમયમર્યાદા પૂર્ણ થયા બાદ આ સુધારાને સત્તાવાર રીતે સમગ્ર દેશમાં લાગુ કરી દેવામાં આવશે.

Follow Us
Loading...
Unable to load recommendations.