ઉનાળામાં શાકભાજી ઝડપથી સડી જાય છે ? જાણી લો, ફ્રેશ રાખવાની FSSAI ની આ ‘સિક્રેટ રીત’

ઉનાળામાં શાકભાજી સ્ટોર કરવી એ એક મોટું ટાસ્ક છે. ફ્રિજમાં શાકભાજી રાખો તો તે ભેજને કારણે બગડી જાય છે અને બહાર રાખવામાં આવે તો ઝડપથી સડવા લાગે છે. જો કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI) એ શાકભાજીને ફ્રેશ અને સેફ રાખવા માટે સ્ટોર કરવાની સાચી રીતો જણાવી છે.

| Updated on: May 25, 2026 | 6:44 PM
1 / 6
ઉનાળાના દિવસોમાં વધતા જતા તાપમાન અને હાઈ હ્યુમિડિટી (ભેજ) ના કારણે શાકભાજી ઝડપથી બગડે છે. બીજું કે, તેમાં બેક્ટેરિયા તેમજ ફંગલ ગ્રોથ (ફૂગ) ઝડપથી વધે છે. આવા સમયમાં માત્ર રાંધેલા ખોરાકને જ યોગ્ય રીતે સ્ટોર કરવાની જરૂર નથી હોતી પરંતુ યોગ્ય રીતે પ્રિઝર્વ (સાચવણી) ન કરવાના કારણે કાચી શાકભાજી પણ ઝડપથી બગડવા લાગે છે. ખાસ કરીને લીલા શાકભાજી જલ્દી બગડી જાય છે. શાકભાજીને યોગ્ય તાપમાને સ્ટોર કરવાની સાથે એ પણ જરૂરી છે કે, તમે તેને ફ્રિજમાં રાખતી વખતે કેટલીક નાની-નાની વાતોનું ધ્યાન રાખો. આનાથી તે લાંબા સમય સુધી ફ્રેશ રહેશે.

2 / 6
ભારતની સરકારી એજન્સી ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી તરફથી શાકભાજીને સ્ટોર કરવા માટે એક એડવાઇઝરી (માર્ગદર્શિકા) જાહેર કરવામાં આવી છે. આનાથી શાકભાજી લાંબા સમય સુધી બગડશે નહીં અને ફ્રેશ રહેશે. આના કારણે શાકભાજીના ન્યુટ્રિએન્ટ્સ (પોષક તત્વો) પણ લાંબા સમય સુધી જળવાઈ રહે છે.

3 / 6
લીલા શાકભાજીને સ્ટોર કરતા પહેલા તમે તેની સફાઈ (ક્લીનિંગ) કરો. બધી શાકભાજીને સારી રીતે ધોવી એટલા માટે જરૂરી છે, જેથી ગંદકી અને બેક્ટેરિયા દૂર થઈ જાય, નહીં તો તેનાથી શાકભાજી બગડવાની પ્રક્રિયા ઝડપી બની શકે છે. આ પછી શાકભાજીમાં રહેલું પાણી સુકાઈ જવા દો. આ માટે તમે કોઈ ટુવાલ પર શાકભાજીને ફેલાવી શકો છો.

4 / 6
બીજું સ્ટેપ એ છે કે, લીલા શાકભાજીને સાફ પેપર ટુવાલમાં લપેટીને રાખો. ખરેખર તો આ પેપર ફ્રિજના ભેજથી શાકભાજીને બચાવશે અને ઠંડક પણ મળતી રહેશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે, ન્યૂઝ પેપરનો ઉપયોગ કરવાનું ટાળો અથવા કોઈપણ પ્રકારના લખેલા કે કલરફુલ પેપરનો ઉપયોગ શાકભાજીને લપેટવા માટે ન કરો. આનાથી શાકભાજીમાં કલર અને શાહી (ઇંક) ના કેમિકલ્સ ભળી શકે છે, જે સ્વાસ્થ્ય માટે સારા નથી.

5 / 6
શાકભાજી સ્ટોર કરતી વખતે ઘણીવાર લોકો સીધી પોલીથીન (પ્લાસ્ટિક બેગ) લાવીને જ ફ્રિજમાં મૂકી દે છે. આવું કરવાથી તમારી શાકભાજી જલ્દી બગડી જાય છે, કારણ કે તેમાં બિલકુલ હવા નથી લાગતી. શાકભાજીને સ્ટોર કરવા માટે તમે તેની સાથે આવતી નેટ (જાળી) નો ઉપયોગ કરી શકો છો અથવા તો શાકભાજી સ્ટોર કરવા માટે મળતી ખાસ બેગનો ઉપયોગ કરવો વધુ યોગ્ય રહેશે.

6 / 6
લીલા શાકભાજીને ધોયા પછી તમે ટુવાલથી સારી રીતે સૂકવી લો અને ભેજથી બચાવીને રાખો. ધ્યાન રાખો કે, શાકભાજીને અલગ-અલગ રેકમાં સ્ટોર કરો, કારણ કે એક પણ બગડેલું શાકભાજી બાકીના શાકભાજીને ઝડપથી સડાવી શકે છે. ટામેટાંને ફ્રિજમાં રાખવાનું ટાળવું જોઈએ, બસ તેને એવી ઠંડી જગ્યાએ રાખો જ્યાં ભેજ ન હોય. ડુંગળી અને બટાકા પણ એવી શાકભાજી છે, જેને ફ્રિજ વગર રાખવા જ યોગ્ય છે. ઠંડકથી તે ઝડપથી અંકુરિત (મોરગા ફૂટવા) થઈ શકે છે. શાકભાજીને બહુ લાંબા સમય માટે સ્ટોર કરવાનું ટાળવું જોઈએ.

Follow Us