
ઉનાળાની ઋતુ દરમિયાન તમારો ડાયટ એવો હોવો જોઈએ કે જે તમારા શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખે.

રીંગણની તાસીર ગરમ હોય છે. રીંગણમાં થર્મોજેનિક ગુણ હોય છે. જે શરીરમાં ગરમીને વધારે છે. રીંગણ વધુ ખાવાથી એસિડિટી થઈ શકે છે.

સરગવો પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ તેની તાસીર ગરમ હોય છે. ઉનાળામાં તેનો વધુ ઉપયોગ શરીરમાં ગરમી વધારી શકે છે. તેથી મર્યાદિત માત્રામાં જ તે ખાવી જોઈએ.

ડુંગળી સામાન્ય રીતે ઠંડી હોય છે. પરંતુ વધુ માત્રામાં ખાવાથી શરીરમાં તે ગરમી વધારી શકે છે. જેનાથી આપણા શરીરમાં એસિડિટી થઈ શકે છે.

લસણની તાસીર ગરમ હોય છે. તે મેટાબોલિઝમ વધારે છે. ઉનાળામાં લસણ વધારે ખાવાથી શરીરમાં બળતરા થઈ શકે છે.

આદુનો સ્વાદ તીખો હોય છે. તેનો વધુ પડતો ઉપયોગ શરીરમાં ગરમી ઉત્પન્ન કરી શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.
Published On - 8:34 am, Sat, 2 May 26