Vastu Tips : ભૂલથી પણ ઘરમાં આ જગ્યાએ ન રાખવું જોઈએ માછલીઘર, જાણો
અત્યારના સમયમાં દરેક લોકોના ઘરે માછલીઘર રાખવાનું ગમતું હોય છે. ત્યારે ઘરે માછલીઘર રાખવાના અનેક ફાયદાઓ થાય છે. તો આજે જાણીશું કે વાસ્તુ અનુસાર અને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘરમાં માછલીઘર ક્યાં રાખવું જોઈએ તે જાણીશું.
1 / 6
આજકાલ મોટાભાગના લોકો ઘરે માછલીઘર રાખતા હોય છે. માછલીઘર યોગ્ય દિશામાં રાખવામાં આવે તો સુખ - શાંતિ રહે છે. તેમજ જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓનું પણ નિરાકરણ આવી શકે છે. જો તમને હંમેશા આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે.
2 / 6
ઘરમાં માછલીઘર કેટલી જગ્યાએ રાખવાથી નુકસાન પણ થાય છે. ઘરની દક્ષિણ દિશામાં માછલીઘર તેમજ પાણી સંબંધિત કોઈ પણ વસ્તુ ન રાખવી જોઈએ. શો પીસને લગતી કોઈ પણ વસ્તુ પણ ન રાખવા માટે જણાવવામાં આવ્યું છે.
3 / 6
જો કે ઘરમાં રાખેલા માછલીઘરમાં કાળી અને લાલ રંગની માછલી રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. માછલીઘરની સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવુ પડશે. તમારે દર શુક્રવારે માછલીઘરમાં ખાંડ નાખવાથી લાભ થાય છે.
4 / 6
ઘરના બેડરૂમમાં ક્યારેય માછલીઘર ન રાખવું જોઈએ. આના કારણે લગ્ન જીવનમાં સમસ્યાઓ ઊભી થવા લાગે છે. ભૂલથી પણ માછલીઘર બેડરુમમાં ન રાખવું જોઈએ.
5 / 6
રસોડામાં માછલીઘર ન રાખવાનું ટાળવું જોઈએ. રસોડામાં માછલીઘર રાખવાથી આર્થિક નુકસાન પણ થઈ શકે છે. તેમજ ઘરના મધ્યભાગમાં પણ માછલીઘર રાખવાથી ટાળવું જોઈએ.
6 / 6
(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)